ગુજરાતમાં સગીર વયની દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં એક ઉદ્યોગ પતિએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં જ પોલીસે ઉદ્યોગપતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં ઉદ્યાગપતિએ સગીરા પર કર્યું દુષ્કર્મ
બનાસકાંઠાના પાલનપુરમાં ઉદ્યોગપતિ હસમુખ પટેલ એક સગીરાને લલચાવીને જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં તેણે સગીરા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે ઉદ્યોગપતિ સામે ફરિયાદ કરતાં પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપી હસમુખ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરી છે.













