રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવડી વિસ્તારમાં આવેલા સુરભી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં એક યુવતીએ 13મા માળેથી કુદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.યુવતીએ બિલ્ડિંગના 13મા માળેથી નીચે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરિવારજને યુવતીનો હાથ પકડી રાખતા તે હવામાં લટકી રહી હતી.થોડા સમય સુધી ચાલેલી આ તણાવભરી પરિસ્થિતિ બાદ યુવતીને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લેવામાં આવી અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
વાવડી પાસે આવેલા સુરભી હાઈટ્સની ઘટના
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતી કોઈ વ્યક્તિગત કારણસર આ પગલું ભરવા જઈ રહી હતી કે કેમ તે અંગે પૂછપરછ ચાલી રહી છે.પોલીસ દ્વારા પરિવારજનો અને યુવતીના નિવેદનો લેવાશે તેમજ સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસર પરિવારજનોની સતર્કતાને કારણે યુવતીનો જીવ બચી ગયો છે. આ ઘટનાને લઈને આસપાસમાં ચકચાર મચી જવા પામી હતી.













