ગુજરાતમા મહિલાઓ અડધી રાત્રે પણ રસ્તા પર ફરી શકે છે અને મહિલાઓ સુરક્ષિત છે તેવી ગુલબાંગો વચ્ચે રાજકોટ શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. શહેરમાં એક યુવકે જાહેરમાં મહિલાની છેડતી કરી હતી અને તેની સામે અશ્લિલ હરકતો પણ કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને A ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


રાજકોટને શર્મસાર કરતી ઘટના

રાજકોટ શહેરમાં લાખાજી રોડ પર શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. શહેરના ધમધમતા લાખજીરોડ પર એ યુવક જાહેરમા મહિલાની છેડતી કરી હતી. આ ઉપરાંત યુવકે યુવતી સાથે અશ્લિલ હરકતો પણ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેડતી કર્યા બાદ આ યુવકે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ સમગ્ર મામલે A ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન એસ્કોર્ટ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી


  • Follow us on: