રાજકોટના જંગલેશ્વરમાં શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે. 1358 બાંધકામો તોડી પાડવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે ત્યારે જંગલેશ્વરના રહેવાસીઓ માટે ઘર સાથે આખી દુનિયા લૂંટાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ ડિમોલિશનના વિરોધમાં સોશિયલ મીડિયામાં ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ ઝુંબેશ શરૂ કરી છે.


સોશિયલ મીડિયા પર અવાજ બુલંદ થઈ રહ્યો છે

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહીશો અત્યારે એક ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વહીવટી તંત્રે આ વિસ્તારમાં 1358 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. કલેક્ટર તંત્ર દ્વારા રહેવાસીઓને અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે. વર્ષોથી અહીં વસેલા લોકો માટે હવે ઘર સાથે આખી દુનિયા લૂંટાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માત્ર પથ્થરોનું બાંધકામ તોડવાની વાત નથી, પણ 20 હજારથી વધુ લોકોના અસ્તિત્વનો સવાલ છે. ત્યારે ગરીબ લોકોના મકાનોનું ડિમોલિશન નહીં કરવા સોશિયલ મીડિયા પર અવાજ બુલંદ થઈ રહ્યો છે.


આ પણ વાંચોઃ Union Budget 2026 : જાણો બજેટને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પીયુષ ગોયલે શું કહ્યું ?


  • Follow us on: