રાજકોટમાં એક બંગાળી કારીગર 36 લાખથી વધુની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ગત ઓક્ટોબર મહિનામાં આ બનાવ સામે આવ્યો હતો. તેના સીસીટીવ પણ સામે આવ્યા છે. અક્ષય બાઉળી નામના કારીગર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


અક્ષય બાઉળી નામના કારીગર વિરુદ્ધ ફરિયાદ

રાજકોટમાં ગત ઓક્ટોબર મહિનામાં એક બંગાળી કારીગર 36 લાખ રૂપિયાની કિંમતનું સોનું લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. માત્ર ચાર જ મિનિટમાં સોનું લઈને ફરાર થયેલા કારીગરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે કારીગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના બની તેના ત્રણ દિવસ પહેલા જ તેને નોકરી પર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ચાઈનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ અંગેના 409 ગુના નોંધાયા, 477 આરોપીઓની ધરપકડ


  • Follow us on: