જસદણના સાણથલીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. નશાખોર ટ્રક ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નિપજ્યું છે. રસ્તા પર ચાલતા જતા વૃદ્ધને ટક્કર મારી હતી. ગામ લોકોએ ટ્રક ચાલકને અડફેટે લીધો હતો. વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી

જસદણના સાણથલી ગામમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નશાખોર ટ્રક ચાલકે ચાલતા જતા વૃદ્ધને અડફેટે લીધા હતાં. ગામ લોકોએ ટ્રક ચાલકને ઝડપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન એસ્કોર્ટ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી


  • Follow us on: