સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરીવાર એક ડોક્ટર સાથે માથાકૂટનો બનાવ સામે આવ્યો છે. એક રેસિડેન્ટ ડોક્ટર સાથે દર્દીએ બોલાચાલી કરતાં હોબાળો થયો હતો. સિવિલમાં ડોક્ટર સહિતના સ્ટાફની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે.


એક રેસિડેન્ટ ડોક્ટર સાથે ખેંચતાણ કરી

સુરતના નાનપુરામાં રહેતા સલીમ શેખને ઈજા થઈ હોવાથી તેઓ નવી સિવિલમાં સારવાર માટે આવ્યા હતાં, તેઓ ડોક્ટરને ઝડપીથી સારવાર આપવા માટે રજૂઆત કરતા હતાં. તેમણે અપશબ્દો કહેતા જ અન્ય દર્દીને સારવાર આપી રહેલા એક રેસિડેન્ટ ડોક્ટર સાથે ખેંચતાણ કરી હતી. જેથી ડોક્ટરના શર્ટનું ખિસ્સુ ફાટ્યું હતું. જેના કારણે ત્યાં હોબાળો થયો હતો. ત્યાં અન્ય ડોક્ટરો સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. માથાકુટ કરનાર દર્દીને પોલીસ ચોકીમાં લઈ જવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ Porbandar News: દારૂની હેરાફેરીના કેસમાં બુટલેગર નિલેશ મુશારને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો


  • Follow us on: