સુરતના અરેઠ તાલુકામાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે રાજ્ય સરકારે બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને કોન્ટ્રાક્ટરના ચૂકવણા અટકાવી દીધા છે. પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા આઠ આરોપીઓને માંડવી કોર્ટમાં રજૂ કર્યા હતાં. પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.


રતિલાલ પટેલને વિડિયો રેકોર્ડિંગ કરતા ઝડપ્યો

સુરતના માંડવીના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આરોપીઓના સંબંધીએ કોર્ટમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું. કોર્ટના જજ દ્વારા આરોપીઓના સંબંધીઓના મોબાઈલ કબ્જે કર્યા હતાં. રતિલાલ પટેલને વીડિયો રેકોર્ડિંગ કરતાં ઝડપ્યો હતો. ત્યાર બાદ તેના ફોનમાંથી રેકોર્ડિંગ ડિલિટ કરાવ્યું હતું. રતીલાલ પટેલે માફી માગતા જવા દેવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું


  • Follow us on: