તાપી જિલ્લામાં 44 લાખ રૂપિયાની ચોરી કરનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. કુખ્યાત ચોરી કરતી ગેંગનો આ આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો. તેને પકડવા માટે પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી અન્ય રાજ્યોમાં પણ વોન્ટેડ જાહેર કરાયો હતો. આરોપીને પકડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ઈનામ સૈયદ છેલ્લા એક વર્ષથી ફરાર હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે તાપી જિલ્લામાં ગત વર્ષે વ્યારા કાનપુરા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકના ના એટીએમ ને ગેસ કટર વડે કાપીને રોકડા 44 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરનારી કુખ્યાત ગેંગનો આરોપી ઈનામ સૈયદ છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

પોલીસે ઈનામ સૈયદને ઉત્તરાખંડથી પકડી પાડ્યો

પોલીસને આરોપી ઈનામ સૈયદ ઉત્તરાખંડમાં હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે ઈનામ સૈયદને ઉત્તરાખંડથી પકડી પાડ્યો હતો. અન્ય રાજ્યોમાં પણ તે વોન્ટેડ જાહેર કરાયો હોવાથી તે ઉત્તરાખંડમાં છુપાઈને રહેતો હતો. પોલીસે તેને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Panchmahal News: ગૌવંશની હત્યા અને ગૌ માંસની હેરાફેરી કરનારા ચેતી જજો, જિલ્લા પોલીસે બનાવી છે ખાસ સ્ક્વોર્ડ

  • Follow us on: