વડાપ્રધાન મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા આ 12 વર્ષના કાર્યકાળ અંતર્ગત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જોડાયા હતાં. 


25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 2014 બાદ દેશમાં રાજનીતિ બદલાઈ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે આ યાત્રા આગળ વધી છે. વડાપ્રધાન મોદીના શાસનમાં દેશની જનતાનું અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. આજે ગરીબોના જીવનમાં સુધારો લાવવા માટે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે. દેશમાં રોજના 66 કરોડથી વધુ ટ્રાન્જેક્શન યુપીઆઈ દ્વારા થાય છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ થાય છે. વડાપ્રધાને એર સ્ટ્રાઈક થકી આતંકવાદને જવાબ આવ્યો છે.  

46 ટકા મહિલાને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, દેશમાં 46 ટકા મહિલાને પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળ્યો છે. 10 કરોડથી વધુ માતા અને બહેનોને ગેસ કનેક્શન આપ્યા છ. મહિલાઓ માટે જાહેર જીવનમાં 33 ટકા ભાગીદારી સુનિશ્ચિત કરી છે. 24 હજાર કરોડથી વધુના રોકાણ પીએમ જનમન યોજનામાં થયા છે. વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીને વેગ આપ્યો છે. દેશના 18 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરના લખાણ ડિજિટલાઈઝ કર્યા છે. દેશનો GDP 4.15 ટ્રિલિયન ડોલર થયો છે. 12 વર્ષમાં ભારતમાં હોલિસ્ટિક હેલ્થકેરનો નવો યુગ શરૂ થયો છે. મેડિકલ કોલેજોની સંખ્યા 2100 થઈ છે. દેશમાં 1.8 લાખથી વધુ આરોગ્ય મંદિર કાર્યરત છે.  


આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 16 મોટા ખાડામાંથી માત્ર 9 જ પૂરાયા, જાણો સ્ટેન્ડિંગ ચેરમેને શું કહ્યું?


  • Follow us on: