ગુજરાતના શિક્ષણ જગત માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી ચાલી આવતી શિક્ષકોની પગાર વિસંગતતાના પ્રશ્નનો આખરે સુખદ અંત લાવવામાં આવ્યો છે.હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેનો સીધો લાભ 112 શિક્ષકોને મળશે.
શું હતી પગાર વિસંગતતા?
ઘણા સમયથી શિક્ષકો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે, સિનિયર શિક્ષકોની સરખામણીમાં તેમના જુનિયર શિક્ષકોનો પગાર વધારે છે.આ અસમાનતાના કારણે સિનિયર શિક્ષકોમાં ભારે નારાજગી હતી અને તેઓ લાંબા સમયથી આ મુદ્દે ન્યાયની માંગ કરી રહ્યા હતા.ખાસ કરીને 1-1-2006 પહેલા જે શિક્ષકો પૂરા પગારમાં આવ્યા હતા,તેઓ આ પગાર વિસંગતતાનો ભોગ બન્યા હતા.હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને શિક્ષણ વિભાગે આ વિસંગતતા દૂર કરવા માટે સત્તાવાર ઠરાવ કર્યો છે. સરકારના આ નિર્ણયથી 112 શિક્ષકોના પગારમાં સુધારો થશે અને તેમને મળવાપાત્ર લાભો મળી રહેશે.













