એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનું પાંચ સભ્યોનું ડેલિગેશન બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં ગુજરાતની મૂલાકાતે છે.આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પીયનશીપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે.વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્યુ આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ-નિરીક્ષણ માટે તા. 22 અને 23 જૂન એમ 2 દિવસો માટે ગુજરાત આવ્યું છે.
વર્લ્ડ એથ્લેટીક્સ ડેલિગેશન ગુજરાત મૂલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠકથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે,ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ-મૂલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ.ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.













