
વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Apr 19, 2026 10:51 pm
Apr 19, 2026 10:38 pm
Apr 19, 2026 10:33 pm
Apr 19, 2026 08:42 pm
Apr 19, 2026 08:36 pm
Apr 19, 2026 08:26 pm
Apr 19, 2026 07:25 pm
અમદાવાદના વસ્ત્રાલની સ્કૂલમાં PSIની પરીક્ષામાં હોબાળો, પેપરનું સીલ ખુલ્લું હોવાનો ઉમેદવારોનો આક્ષેપ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ભાવના સ્કૂલમાં આજે PSIની પરીક્ષા દરમિયાન ભારે અરાજકતા સર્જાઈ હતી. પરીક્ષા શરૂ થતા પહેલા જ પેપરનું સીલ ખુલ્લું હોવાનું જણાતા ઉમેદવારોએ પેપર લીક થયાની શંકા સાથે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જ્યારે આ અંગે સુપરવાઈઝરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે "પેપર આપવું હોય તો આપો" જેવી તોછડી ભાષામાં જવાબ આપ્યો હતો. સ્કૂલ બહાર ઉમેદવારોના વિરોધ પ્રદર્શન બાદ મામલો ગરમાયો છે, જેને પગલે હાલ સ્કૂલ સંચાલકો દ્વારા સત્યતા જાણવા માટે CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Apr 19, 2026 06:56 pm
વલસાના ધરમપુરમાં ભરઉનાળે મેઘરાજાની એન્ટ્રી, કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત
વલસાડ જિલ્લાના હવામાનમાં આજે અચાનક પલટો આવતા ધરમપુર તાલુકામાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ધરમપુરના હનુમતમાળ સહિતના આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે વરસાદ પડતા સ્થાનિક લોકોને ઉકળાટથી મોટી રાહત મળી હતી. જોકે, આ અચાનક થયેલા માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પણ પ્રસરી છે.
Apr 19, 2026 06:51 pm
અમદાવાદના કુબેરનગરમાં લોહિયાળ ખેલ, ભાઈને છોડાવવા પડેલા યુવક પર ખંજરથી જીવલેણ હુમલો
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડેલા પવન નામના યુવક પર કુખ્યાત આરોપી બંકુ શ્રીકાંત ઉર્ફે સિરીયો ગુમાને ખંજર વડે હુમલો કરી ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં પવનને તાત્કાલિક હોસ્પિટલના ICUમાં સારવાર અર્થે ખસેડાયો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સરદારનગર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Apr 19, 2026 06:43 pm
ભુજમાં બિયરના ટીન સાથે કેક કાપતા હિસ્ટ્રીશીટરનો વિડિયો વાયરલ, પોલીસે ધરપકડ કરી માફી મંગાવી
કચ્છના ભુજમાં એક હિસ્ટ્રીશીટર દ્વારા જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડાવતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. વાયરલ વિડિયોમાં આરોપી બિયરના ટીન સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ મામલે ભુજ એલ.સી.બી. (LCB) પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી કાર તથા બિયરના બે ટીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી, જેથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જાય.
Apr 19, 2026 06:33 pm
અમદાવાદના સરખેજમાં ભાજપની મહિલા રેલી, અમિત ઠાકોરે ‘જુહાપુરાને જોધપુર બનાવવા’ માટે મતો માંગ્યા
અમદાવાદના સરખેજ વોર્ડમાં ભાજપ દ્વારા આયોજિત 'મહિલા હુંકાર રેલી' દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકોરના નિવેદને રાજકીય ચર્ચા જગાવી છે. મહિલા અનામત બિલના સમર્થનમાં નીકળેલી આ રેલીમાં તેમણે લઘુમતી મતદારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં તમામ વિસ્તારોને પૂરતી સુવિધાઓ આપવામાં આવી છે. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે, "જો જુહાપુરાને જોધપુર જેવું વિકસિત બનાવવું હોય તો ભાજપને મત આપો, પરંતુ જો તેને ચંડોળા તળાવ જેવું રાખવું હોય તો જ કોંગ્રેસ કે AIMIM ને પસંદ કરજો." આ નિવેદન દ્વારા તેમણે વિકાસના મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.
Apr 19, 2026 06:29 pm
રાજકોટમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા, નેતાઓની હાજરી વચ્ચે વિવાદિત મુદ્દાઓ પર મૌન
રાજકોટમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે વિવિધ રાજકીય નેતાઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, વર્તમાન રાજકીય સ્થિતિમાં લોહાણા અને બ્રહ્મ સમાજની નારાજગી અંગે મીડિયાના પ્રશ્નો પૂછાતા દવેએ હાલમાં કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે, આ અંગેના જવાબો આવતીકાલે આપવામાં આવશે. આ શોભાયાત્રા ભક્તિમય માહોલ સાથે રાજકીય ચર્ચાઓનું કેન્દ્ર પણ બની રહી હતી.
Apr 19, 2026 06:24 pm
બોટાદના રાણપુરમાં ધોળા દિવસે સ્કૂલબસ અને પીકઅપ ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી
બોટાદ જિલ્લાના રાણપુરમાં મેઈન બજારમાં આવેલા સરકારી દવાખાના પાસે મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રાફિક જેવી નજીવી બાબતે એક સ્કૂલબસના ચાલક અને પીકઅપ વાનના ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. જાહેર માર્ગ પર થઈ રહેલી આ ધિંગાણાના દ્રશ્યો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બજારની વચ્ચે થયેલી આ લડાઈને પગલે થોડો સમય વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
Apr 19, 2026 06:19 pm
ગીર સોમનાથના સમુદ્રમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, લાયસન્સ વગરની 3 બોટ ઝડપાઈ
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ગેરકાયદેસર માછીમારીની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી. (SOG)ની ટીમ દ્વારા દરિયાકાંઠે કરવામાં આવી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન લાયસન્સ અને યોગ્ય રજીસ્ટ્રેશન વગર મધદરિયે ફરી રહેલી ૩ શંકાસ્પદ બોટો ઝડપી પાડવામાં આવી હતી. આ બોટના સંચાલકો પાસે માછીમારી માટેના જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા બોટ જપ્ત કરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
Apr 19, 2026 06:11 pm
વડોદરાના અલકાપુરીમાં IPL મેચ પર સટ્ટો રમતા પાંચ શખ્સોને PCBએ ઝડપી પાડ્યા
વડોદરાના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આઈપીએલ (IPL) ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહેલા પાંચ શખ્સોને પીસીબી (PCB)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખ્સો એક મકાનમાં બેસીને મેચના સ્કોર પર હાર-જીતનો જુગાર રમાડતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અશોક ખરાલ, ધર્મેશ કહાર, પિયુષ તડવી, સુનિલ બારૈયા અને વિજય વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Apr 19, 2026 06:05 pm
Apr 19, 2026 05:59 pm
ભાવનગરના 304માં સ્થાપના દિવસ નિમિત્તે જન્મોત્સવ સમિતિ અને વિવિધ સંગઠનો દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને અન્ય ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મોતીબાગ ટાઉન હોલ ખાતે નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી સહિત રાજવી પરિવારને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે વડવા વોશિંગઘાટ અને નીલમબાગ સર્કલ ખાતે પણ પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. આ પાવન પ્રસંગે કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વૈકુંઠવાસીઓની સમાધિએ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી, આમ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને સૌ શહેરવાસીઓએ ભાવનગરના ભવ્ય વારસાને યાદ કરી સ્થાપના પર્વની ઉજવણી કરી હતી.
Apr 19, 2026 05:56 pm
ડાંગમાં ડબલ ઋતુનો અનુભવ: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક
ડાંગ જિલ્લામાં આજે હવામાનમાં અચાનક પલટો આવતા ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત સુબીર પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા. એકતરફ આકરી ગરમીથી લોકો પરેશાન હતા, ત્યારે અચાનક થયેલા આ માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે, કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
Apr 19, 2026 05:50 pm
મોરબી મનપાના વોર્ડ નંબર 9 ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરા વિરુદ્ધ ચૂંટણી કાર્યાલય પર પોસ્ટરો લગાવાતા રાજકીય અને સામાજિક ગરમાવો વ્યાપી ગયો છે. પાટીદાર સમાજની દીકરીને લાંબા સમયથી છૂટાછેડા ન આપતા હોવાના આક્ષેપ સાથે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ઉમેદવાર માટે સામાજિક મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભાજપના જ ઉમેદવારની અંગત જીવનની આ સમસ્યા હવે જાહેર ચૂંટણી મુદ્દો બની ગઈ છે, જેની અસર આગામી મતદાન પર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
Apr 19, 2026 05:45 pm
ખેડા જિલ્લામાં પાલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર બાદ હવે મહિલા નર્સ ફરહીનબેન મનસુરીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ બદલી રોકવા માટે નાણાંની લેતીદેતી થઈ હોવાનો સ્પષ્ટ સ્વીકાર કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં નર્સ જણાવી રહ્યા છે કે, હાજરી રજીસ્ટરમાં સહી ન હોવાનું બહાનું ધરી બદલી કરી નાખવાની ધમકી આપી કર્મચારીઓ પાસેથી 30 થી 50 હજાર રૂપિયા પડાવવામાં આવે છે; તેમણે પોતે પણ બદલી રોકવા માટે હિતેશભાઈ નામના વ્યક્તિને 30 હજાર રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત અન્ય એક કર્મચારી પાસેથી 50 હજાર લઈ મનગમતી જગ્યાએ નિમણૂક અપાઈ હોવાની વિગતો બહાર આવતા સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
Apr 19, 2026 05:28 pm
ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવના પાવન અવસરે ગાંધીનગર યુવા પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સેક્ટર 16 સ્થિત બ્રહ્મસમાજ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભગવાન પરશુરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આરતીનો લાભ લીધો હતો. આ મહોત્સવને પગલે સમગ્ર બ્રહ્મસમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા.
Apr 19, 2026 05:12 pm
સોમનાથ કલેક્ટર દ્વારા શિક્ષકોને શિક્ષણ સિવાયની બિનશૈક્ષણિક કામગીરી સોંપતો પરિપત્ર બહાર પાડવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે. આ આદેશ મુજબ, શિક્ષકોને યાત્રિકોને રેલવે સ્ટેશનથી લેવા અને મૂકવા માટે ‘રૂટ સુપરવાઈઝર’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે શિક્ષકોને આવા કામોમાં જોતરવા તે તેમના ગૌરવની વિરુદ્ધ છે. શિક્ષણ કાર્યને અસર પહોંચાડીને યાત્રિકોની સુવિધા માટે શિક્ષકોનો ઉપયોગ કરવાના આ તઘલખી નિર્ણય સામે શિક્ષણ આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
Apr 19, 2026 05:05 pm
ધંધુકાના યુવાનની હત્યાના કેસમાં મૃતકના પરિવારને ત્વરિત અને નિષ્પક્ષ ન્યાય અપાવવા માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. DySP પ્રકાશ પ્રજાપતિના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં PI રઘુ કરમટિયા, PI કરણ વિહોલ અને PSI એસ.એચ. ઝાલા સહિતના 4 અનુભવી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ SIT દરરોજની તપાસ પર ચાંપતી નજર રાખશે, અને સમગ્ર કાર્યવાહીનો સાપ્તાહિક રિપોર્ટ સોંપશે, જેથી આ સંવેદનશીલ કેસમાં કોઈપણ કચાશ ન રહે અને ગુનેગારોને ઝડપથી સજા અપાવી શકાય.
Apr 19, 2026 04:50 pm
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઠાકોર સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી ઠેર-ઠેર ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કોઈપણ પક્ષના ઉમેદવારે મત માંગવા માટે વિસ્તારમાં આવવું નહીં. સાબરમતી ઠાકોર સમાજના આ આકરા વિરોધ અને ચૂંટણી બહિષ્કારના એલાનને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
Apr 19, 2026 04:34 pm
મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી એક અત્યંત શરમનાક અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. કડીના કરણનગર વિસ્તારમાં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.
Apr 19, 2026 03:53 pm
મેઘરજના રેલ્યો વિસ્તારમાં લાગી આગ,શાળા નં-૨ પાછળ તળાવ પાસે ભભૂકી આગ,આગમાં વનરાજી બળીને ખાખ,આગ લાગતા ધુમાડાના ગોટાળા જોવા મળ્યા,સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો,આગ લાગવાનું કારણ અકબંધ
Apr 19, 2026 03:26 pm
અમદાવાદમાં ચૂંટાયા પહેલા જ ભાવિ કોર્પોરેટરનું દબાણ,બાપુનગર વોર્ડમાં વિવિધ રાજકીય પાર્ટીઓનું દબાણઅડધા રોડ પર બનાવી દીધા મધ્યસ્થ કાર્યાલય,મધ્યસ્થ કાર્યાલય એવા બનાવ્યા કે ટ્રાફિક જામ,ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટીનું રાજકીય દબાણ,સામાન્ય લોકો સામે લાલ આંખ કરતુ કોર્પોરેશન મૂક પ્રેક્ષક,રાજકીય દબાણો પર સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી,‘રાજા હોય કે પ્રજા નિયમો બધા માટે સરખા હોવા જોઈએ’,રાજકીય ખેસ પહેરો એટલે કોઈ નિયમ લાગુ ન પડે? : સ્થાનિક,સામાન્ય નાગરિકો દબાણ કરે તો દંડાય : સ્થાનિક,પણ નેતાઓ કરે તો કેમ દંડ નહીં? : સ્થાનિક.
Apr 19, 2026 02:59 pm
વડોદરામાં વોર્ડ નં 12માં ભાજપ કાર્યકર્તાઓને વિરોધ,અકોટા કૈલાશ પાર્ક સોસાયટીમાં લોકોએ સમસ્યાઓ લઈને ઘેર્યા,વડોદરા શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખને આડે હાથ લીધા,વોર્ડ 10માં ઉમેદવારો સામે ફરી અસંતોષ ફાટી નીકળ્યો,ESI રોડ અને કાર્તિકે નગર રોડ પર વિરોધના દ્રશ્યો,નીતિન દોંગા અને અવની સ્ટેમવાલાના ફોટા પર ચોકડી,રોડ પર ફેંકાયા ઉમેદવારોના ફોટા,વડોદરામાં ચૂંટણી પહેલા રાજકીય તંગદિલી વધી.
Apr 19, 2026 02:58 pm
અમરેલીના રાજુલાના રામપરા નજીક ટ્રેકર્સ પર હુમલો,સિંહોની સુરક્ષા માટે ડી.વોર્નિંગ દરમ્યાન ટ્રેકર્સ ઉપર હુમલો,ડી વોર્નિંગ કરવા માટે રેસ્કયુ બાદ સિંહણને મુક્ત કરતા પાછળ દોડી,ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા,વનવિભાગના કર્મચારીઓ અધિકારીઓએ જીવ બચાવ્યો,લક્ષ્મી નામથી ઓળખાતી જાણીતી સિંહણે હુમલો કર્યો,લક્ષ્મી સિંહણ રામપરા ભેરાઇ પીપાવાવ વિસ્તારમાં નામાંકિત છે.
Apr 19, 2026 02:33 pm
લાંભા અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો વિરોધ,લાંભા વોર્ડ N કોલોની માં લાગ્યા બેનર,બેનરમાં કાળુ ભરવાડે મત માંગવા ના આવવાનું લખાણ લખાયા,2 દિવસ પહેલા પાણી મુદ્દે કાળુ ભરવાડ નો થયો હતો ધેરાવ.
Apr 19, 2026 02:22 pm
ખેડાના કપડવંજમાં યુવકનો મૃતદેહ મળ્યો,મૃતક વાસણા ગામનો પંકજ ઝાલા હોવાનું સામે આવ્યું,મૃતક વડાગામની ક્વોરીમાં ડમ્પર ચલાવતો હતો,મૃતક પર અજાણ્યા વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા,કપડવંજ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી.
Apr 19, 2026 02:21 pm
મોરબી શહેરમાં લાતી પ્લોટ પાસે ફેકટરીમાં આગ,વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ નામની ફેકટરીમાં લાગી આગ,ફેકટરીના કલર વિભાગમાં લાગી હતી આગ,ફાયર બ્રિગેડે પાણીની મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.
Apr 19, 2026 02:09 pm
મહેસાણાના કડીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના,જાતિવાદી અપશબ્દો બોલી આપી ધમકી,નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું,15 વર્ષીય સગીરા પર સગા બનેવી દુષ્કર્મ આચર્યું.સગીરાને માનસિક ટોર્ચર કરી આચરી હેવાનિયત ગુજારી,કડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી.
Apr 19, 2026 01:58 pm
સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી ઘીના નેટવર્ક પર ત્રાટકી કુલ 22 ડબ્બા જપ્ત કર્યા છે, જેમાં આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી જ 6 ડબ્બા મળી આવ્યા હતા. તંત્ર દ્વારા સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી ઘીના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, અને તેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. હાલમાં આ નકલી ઘીનું નેટવર્ક કેટલું મોટું છે, અને તેમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Apr 19, 2026 01:45 pm
ભાવનગરના મહુવામાં ગેરકાયદે દારૂના કારખાના પકડાયાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ મહેન્દ્રસિંહ ચૌહાણનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં હોમગાર્ડનો કર્મચારી જાહેર મર્યાદા નેવે મૂકીને શરાબ પરના ગીતો ગાતા અને ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે ચર્ચાઓ જાગી છે. રાજ્યમાં કડક દારૂબંધીના કાયદા વચ્ચે કાયદાના રક્ષક ગણાતા પોલીસ વિભાગના જ કર્મચારીની આવી હરકત સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે, ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
Apr 19, 2026 01:28 pm
ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડશે, CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મહિલા અનામત બિલ મુદ્દે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાને કારણે બિલમાં અવરોધ આવ્યો છે, જે દેશની 50 ટકા મહિલાઓ પર સમાન પ્રહાર છે; તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે 60 વર્ષ સુધી મહિલાઓને માત્ર ‘વોટબેંક’ અને ‘ભાષણનો વિષય’ ગણી છે, જ્યારે ભાજપ માટે તે નારી ઉત્થાનનો સંકલ્પ છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કોંગ્રેસની નકારાત્મકતા અને બેધારી નીતિની ટીકા કરતા કહ્યું કે, સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે તેવા ડરથી મહિલા વિરોધી માનસિકતા ધરાવતા પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે.
Apr 19, 2026 01:12 pm
હવામાન મુદ્દે અંબાલાલની આગાહી,ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન પ્રવૃતિ સક્રિય,દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી,22 એપ્રિલથી ગરમીમાં વધારો થશે,મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાપમાન 42 પહોંચી શકે,28 એપ્રિલથી હવામાનમાં ફેરફાર જોવા મળશે,મે મહિનામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા.
Apr 19, 2026 01:07 pm
વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ
વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના,સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી,યુવતી સાથે અવારનવાર યુવકે આચાર્યું દુષ્કર્મ,અલગ અલગ સ્થળે લઇ મિત્રએ દુષ્કર્મ આચાર્યું,સમગ્ર મુદ્દે યુવતીએ નોંધાવી ફરિયાદ.
Apr 19, 2026 01:05 pm
સુરત શહેરમાં અંગ દઝાડતી ગરમી,ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો,રોડ રસ્તા સુમસાન થયા,ગરમીથી બચવા લોકો પી રહ્યા છે ઠંડા પીણા,સહારો લઈ રહ્યા છે તે ઉપરાંત,લોકો મોઢે માસ્ક પેહરી નીકળી રહ્યા છે બહાર,ગરમીનો પારો 40 થી 41 ડિગ્રીએ જવાની શક્યતા.
Apr 19, 2026 01:04 pm
સાબરકાંઠામાં લવ જેહાદ મુદ્દે VHP બજરંગ દળનો વિરોધ,જિલ્લા કલેક્ટર કચેરી આગળ કાર્યકરોનો જમાવડો,લવ જેહાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ,કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું,છેલ્લા સમયથી આવી ઘટનાઓમાં વધારો હોવાનું આક્ષેપ,મહેતાપુરામાં પ્રતીકરૂપે પૂતળાનું દહન કરી વિરોધ કર્યો,સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન.
Apr 19, 2026 12:55 pm
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ,રાજકોટ પોલીસ એકશન મોડમાં,કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રાથમિકતા,ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન,‘આઠથી વધુ ચેક પોસ્ટ બનાવવામાં આવી’,‘બુટલેગર,હિસ્ટ્રીસિટર વિરુદ્ધ પાસાની કાર્યવાહી,‘15થી વધુ ગુનેગારો પાસાના પાંજરે પુરાયા,‘સંવેદનશીલ બૂથમાં પેટ્રોલિંગ કરાઇ રહ્યુ છે,‘રાત્રિના સમયે પોલીસ વાહન ચેકિંગ પણ કરાશે.
Apr 19, 2026 12:54 pm
ભરુચની ઢાઢર નદીમાં મગરનો વિડીયો વાયરલ,પશુનું મરણ કરતો વિડીયો વાયરલ થયો,ગઈ કાલે જ એક વ્યક્તિને મગરે શિકાર બનાવ્યો હતો,નદીની બાજુમાં આવેલ ખેતરો આવેલા છે,ખેતરે જતા ખેડુતોમાં ભયનો માહોલ.
Apr 19, 2026 12:45 pm
રાજકોટમાં કાળઝાળ ગરમી,ગરમીનો પારો પહોંચ્યો 39ને પાર,ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા પી રહ્યા છે,શહેરના મોટાભાગના રસ્તાઓ સુમસામ,ગરમીથી બચવા માસ્ક,રૂમાલ અને દુપટ્ટાનો ઉપયોગ,અંગ દઝાવતી ગરમીને લઈને મનપાનુ ઓરેન્જ એલર્ટ,કામ વિના લોકોને બહાર ન નીકળવા અપીલ,છેલ્લા ચાર દિવસમાં 40થી વધુ સ્ટ્રોકના કેસ.
Apr 19, 2026 12:36 pm
આજે અખાત્રીજનો પવિત્ર દિવસ,સુરતમમાં જવેલર્સની દુકાનમાં ખરીદી,સોના ચાંદી ખરીદી કરવાનો આજે ઉત્તમ દિવસ,શુભ દિવસે ખરીદી કરવા ગ્રાહકો પહોચ્યા દુકાને.
Apr 19, 2026 12:18 pm
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બની રહ્યો છે. ધોરાજી તાલુકાના સુપેડી ખાતે ભાજપ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Apr 19, 2026 12:16 pm
ધંધુકાની ઘટના મુદ્દે દેવનાથ બાપુની પ્રતિક્રિયા,મહંત દેવનાથ બાપુએ ઘટનાને વખોડી કાઢી,યોગી સરકાર વાળી ગુજરાતમાં થઇ હોય તો હત્યા ન થઈ હોત,'ગુજરાતમાં જેહાદીઓનું મનોબળ વધ્યું','જેહાદીઓનું મનોબળ તોડવા એન્કાઉન્ટર કરવા જરૂરી','એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની હત્યાઓ થતી રહેશે'.
Apr 19, 2026 11:56 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા
1.Surat: વેકેશન પડતા જ વતનની વાટ પકડી, ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનો હાઉસફુલ
2.IPL 2026 : ટોપ 10 બહાર થયો વૈભવ સુર્યવંશી, KKR સામે નંબર વન બનવાની તક
8.Rajkot News: મોંઘવારીના માર વચ્ચે રાહત, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી ધરખમ ઘટાડો
Apr 19, 2026 11:38 am
આજે અખાત્રીજનો પવિત્ર દિવસ,રાજકોટમાં જવેલર્સની દુકાનમાં ભીડ,સોના ચાંદી ખરીદી કરવાનો ઉત્તમ દિવસ,આજે સોનાની ખરીદી કરવી શુભ મનાય છે,આજનો સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ 1.42 લાખ,ખરીદી કરવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા.
Apr 19, 2026 11:37 am
PM મોદીનો વિપક્ષ પર પ્રહાર,મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષ પર પ્રહાર,TMC અને કોંગ્રેસે બિલ રોકી રાખ્યું,PM મોદીએ વિપક્ષને આડેહાથ લીધા,નારી શક્તિના સપનાઓ સાથે ક્રૂર મજાક,વિપક્ષી દળોએ સંસદમાં પાપ કર્યું છે,દેશની મહિલાઓ આ ક્યારેય નહીં ભૂલે,લોકસભામાં બહુમતના અભાવે બિલ અટક્યું,દેશભરમાં ભારે આક્રોશનો માહોલ.
Apr 19, 2026 11:20 am
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યાનો કેસ,યુવકની હત્યા બાદ ટોળાએ કરી હતી તોડફોડ,ધંધુકા પોલીસ સ્ટેશનમાં ટોળા વિરુદ્ધ નોંધાયો ગુનો,100 થી 125 લોકોના ટોળા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો,PSI હર્ષરાજસિંહ ઝાલા બન્યા ફરિયાદી,ધર્મેશ ગમારાની હત્યા બાદ ટોળું બન્યુ હતુ બેકાબુ,ઘાતક હથિયારો સાથે દુકાનોમાં કરી હતી તોડફોડ,દુકાનો, હોટલ, લારીઓ, વાહનોમાં કરી હતી તોડફોડ,પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Apr 19, 2026 11:19 am
કચ્છમાં આરોપી પારસ ગોસ્વામીનો વીડિયો વાયરલ,જન્મદિવસ ઉજવણીમાં દારૂ પીતો જોવા મળ્યો,બિયરના ટીન સાથે કેક કટિંગ કરતો જોવા મળ્યો,આરોપી વિરુદ્ધ NDPS અને દારૂના ગુનાઓ નોંધાયેલા,વિડિઓ વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ.
Apr 19, 2026 11:01 am
ગીર ગઢડા તાલુકા ના ઝાખિયા રોડ પર સિંહ પરિવાર ની લટાર,રાત્રી ના સમયે જંગલ વિસ્તાર થી નજીક સિંહ પરિવાર ની શાહી લટાર,સિંહ પરિવાર રોડ પર થી પસાર થતા વાહનો થંભી ગયા,વાહનચાલકો એ અદભૂત દ્રશ્યો કેદ કર્યા.
Apr 19, 2026 10:45 am
વડોદરાના સાવલીમાં ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ,MLA કેતન ઇનામદારની ઉમેદવારોને કડક ચેતવણી,કામ નહીં કરો તો રાજીનામું લઈ લેવાની ચિમકી ઉચ્ચારી,કાચા મકાનમાં રહેતા લોકોને સરકારી લાભ આપવાની ખાતરી,જરૂર પડશે તો પોતે મકાન બનાવી આપવાની તૈયારી,હું ઈચ્છું તો 24માંથી ઘણી સીટો બિનહરીફ કરી શકુઃ ઇનામદાર,એક સીટ બિનહરીફ કરી એ પણ ખોટી કરીઃ ઇનામદાર,લોકશાહીમાં સ્પર્ધા જરૂરી હોવાનો કર્યો ઉલ્લેખ,ઉમેદવારોને કહ્યું કામ નહીં કરે તો કાન પકડીશ,જીત્યા પછી કામ નહીં કરે તો રાજીનામું લેવાશેઃ ઇનામદાર.
Apr 19, 2026 10:43 am
સંખેડા MLA અભેસિંહ તડવીનો વીડિયો વાયરલ
સંખેડા MLA અભેસિંહ તડવીનો વીડિયો વાયરલ,સભા યોજવા ગયા ત્યારે થયો કડવો અનુભવ,ધારાસભ્ય અને મતદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી,આયુષ્યમાન કાર્ડના લાભને લઈ ઉગ્ર બોલાચાલી,બોલાચાલી દરમિયાન ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો,હું ધારાસભ્ય છું બેસી જા : અભેસિંહ તડવી,કાગળ તો આપવા પડે તો એના સિવાય ન મળેઃ તડવી,લાભ સિવાય મત પણ નહી મળેઃ મતદાર.
Apr 19, 2026 10:42 am
અમદાવાદમાં ભાજપ ઉમેદવાર અને MLAનો વિરોધ,લાંભામાં ભાજપના ઉમેદવાર, મણિનગર MLAનો વિરોધ,મોતીપુરાની સભામાં ભાજપનો સ્થાનિકોએ કર્યો વિરોધ,પ્રાથમિક સુવિધાને લઈને સવાલો પૂછતાં થઈ માથાકૂટ,ઉમેદવાર અને MLA અમુલ ભટ્ટ બન્યા રોષનો ભોગ,સ્થાનિકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા,સૂત્રોચ્ચાર થતા ઉમેદવાર અને MLA થયા રવાના.
Apr 19, 2026 10:41 am
ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની સભામાં હોબાળો,સભામાં 16 મુદ્દાઓની ચર્ચાઓને લાઇન હોબાળો,જિ.શિ. સંઘના પ્રમુખ જવાબ આપ્યા વગર રવાના,દસ વર્ષથી સાધારણ સભા યોજાઈ નથી,સભાના ખોટા ખર્ચાઓ ઉધારી રહ્યા છે,પ્રમુખે ગેરરીતિ કરી હોવાના પણ આક્ષેપ,સભામાં હોબાળો થતા પોલીસ દોડી આવી,આખરે સભા દસ મિનિટમાં પૂર્ણ કરવામાં આવી.
Apr 19, 2026 10:07 am
ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ,પ્લેટફોર્મ પર 12 કલાકથી 5 કિમી સુધીની લાઈન,ભીડને જોતા રેલવે તંત્રે કરી વ્યવસ્થા,ઉત્તપ્રદેશ, બિહાર જવા લોકો 12 કલાકથી કતારમાં,ઉત્તરપ્રદેશ, બિહાર જતી ટ્રેનો હાઉસ ફુલ,શાળામાં વેકેશનની સાથે કારખાનાઓમાં પણ રજા.
Apr 19, 2026 10:05 am
વલસાડ જિલ્લામાં વિદ્યાના મંદિરમાં ચોરીનો પ્રયાસ,પિંડવાળ ખાતે શાળામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ,સર્વોદય વિદ્યાલયમાં ત્રાટક્યા અજાણ્યા તસ્કરો,ચોરી કરવા આવેલ તસ્કરો CCTVમાં કેદ,ધરમપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Apr 19, 2026 10:04 am
અમદાવાદમાં ચૂંટાયા પહેલા જ ભાવિ કોર્પોરેટરનું દબાણ,બાપુનગર વોર્ડમાં વિવિધ રાજકીય પાર્ટીઓનું દબાણ,અડધા રોડ પર બનાવી દીધા મધ્યસ્થ કાર્યાલય,મધ્યસ્થ કાર્યાલય એવા બનાવ્યા કે ટ્રાફિક જામ,ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટીનું રાજકીય દબાણ,સામાન્ય લોકો સામે લાલ આંખ કરતુ કોર્પોરેશન મૂક પ્રેક્ષક.
Apr 19, 2026 09:51 am
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામ પાસે એક અત્યંત કરુણ ઘટના બની છે. અહીં કેનાલમાં નાહવા ગયેલા એક 14 વર્ષના સગીરનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર લાખાવાડ ગામ અને સગીરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Apr 19, 2026 09:44 am
વલસાડ જિલ્લાના ધરમપુરમાં ST બસની બ્રેક ફેલ,ધરમપુરથી ખપટિયા જતી બસની બ્રેક થઈ ફેલ,બસ ચાલકની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી,બ્રેક ફેલ થતા બસમાં બેઠેલા મુસાફરો ગભરાયા,સમયસૂચકતાથી બસ પથ્થર સાથે અથડાવી અટકાવી,19 મુસાફરો સહિત ચાલક અને કંડકટરનો જીવ બચ્યો.
Apr 19, 2026 09:44 am
ખાદ્યતેલમાં ભાવ ઘટાડો યથાવત,સિંગતેલમાં રૂપિયા 35નો ઘટાડો,કપાસિયામાં તેલમાં રુ. 30નો ઘટાડો,પામતેલમાં રુપિયા 20નો ઘટાડો,સિંગતેલ ડબ્બાનો ભાવ 2825-2875,કપાસીયાના ડબ્બાનો ભાવ 2250-2255,પામતેલ ડબ્બાનો ભાવ 2250-2255.
Apr 19, 2026 09:38 am
અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવાર સામે ફરિયાદ,કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર સામે ફરિયાદ,ઝંડા અને જમણવારને લઈ ચૂંટણીપંચમાં ફરિયાદ,ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીઓએ કરી તપાસ,મતદાન મથક નજીક ભાજપનો ઝંડો લગાવેલો છે,કોઈ એક પક્ષ માટે કામ ના કરો : નિકુલસિંહ તોમર,‘મારી પર્સનલ જગ્યામાં પૂછ્યા વગર પ્રવેશ ન કરતા’,સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ.
Apr 19, 2026 09:24 am
માય વોટ માય ગુજરાત યાત્રા નડિયાદમાં,મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી ચૂંટણી,13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાશે,2021માં નડિયાદ નગરપાલિકા ભાજપ જીત્યું,રખડતા ઢોર, પાણીકાપ મુખ્ય સમસ્યાઓ,વરસાદી પાણીનો ભરાવો, ટ્રાફિક મુખ્ય સમસ્યા.
Apr 19, 2026 09:23 am
રાજકોટમાં PSIની લેખિત પરીક્ષા
રાજકોટમાં PSIની લેખિત પરીક્ષા,2100 જેટલા આપશે લેખિત પરીક્ષા,719 વર્ગખંડમાં લેખિત પરીક્ષા યોજાશે,74 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન,અલગ અલગ ભાગમાં પરીક્ષા લેવાશે.
Apr 19, 2026 09:16 am
ધારાસભ્ય હીરા સોલંકીની ચેતવણી
રાજુલા-જાફરાબાદમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ,ધારાસભ્ય હીરા સોલંકીની ચેતવણીનો વીડિયો વાયરલ.કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજોઃ હીરા સોલંકી,અડધી રાતે ગાડીઓ લઈ અહીં આવી જઇશું : હીરા સોલંકી,હીરા સોલંકીએ દાદાગીરી કરનાર લોકોને આપી ચેતવણી.
Apr 19, 2026 09:01 am
બારડોલી તા.પંચાયત ચૂંટણી ને લઇ મોટા સમાચાર,અસ્તાન બેઠકના ઉમેદવારનું થયું દુઃખદ અવસાન,કોંગ્રેસમાંથી ધર્મેશ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી,ધર્મેશ રાઠોડ કોંગ્રેસના વર્ષો જુના યુવા નેતા હતા,કેટલાક દિવસોથી તબિયત નાદુરસ્ત હતી,અસ્તાન બેઠક પર ઉમેદવારનું અવસાન થતા ચૂંટણી મોકૂફ.
Apr 19, 2026 09:00 am
સુરતમાં ભાજપ ઉમેદવારનો ઠેર ઠેર વિરોધ,ચૂંટણી પ્રચારમાં વોર્ડ 29ના ઉમેદવારનો વિરોધ,સોહમ સોસાયટીના લોકોએ ઉમેદવારનો કર્યો વિરોધ,ભાજપ ઉમેદવાર ધર્મેશ પટેલનો કર્યો વિરોધ,પ્રચાર કરવાની પહેલા ઉમેદવારને પરત ફરવું પડ્યું,સ્થાનિક લોકોએ ભાજપ કાર્યકારોનો ઉધડો લીધો,રસ્તાને લઈ ભાજપ કાર્યકરોનો સ્થાનિકોએ ઉધડો લીધો,પાંચ વર્ષમાં પહેલી વખત જોવા મળ્યાનું સ્થાનિકોએ કહ્યું.
Apr 19, 2026 08:59 am
માળીયા પોલીસે અંગ્રેજી દારૂની હેરાફેરી ઝડપી
માળીયા પોલીસે પશુને ખવડાવાના ભુસાની આડમાં અંગ્રેજી દારૂની હેરાફેરી ઝડપી પાડી. માળીયા પોલીસે 6672 બોટલો કિંમત 21 લાખ 7 હજાર અને ટ્રક સહિત 40 લાખ 16 હજારનો મુદ્દામાલ કબજે કર્યો. હળવદ તરફથી ગાંધીધામ તરફ જતાં ટ્રક નં Rj 36 Ga 9858 માંથી મોટો જથ્થો ઝડપી લીધો.આરોપી દરિયાવસિહ લખાસિહ રાવતની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
Apr 19, 2026 08:22 am
ભારતના 2 જહાજો પર ફાયરિંગ
ભારતના 2 જહાજો પર ફાયરિંગ,ઈરાને હોર્મુઝમાં ફાયરિંગ કર્યું,2 ભારતીય જહાજો પર ઈરાનનું ફાયરિંગ,14 જહાજો રોકવામાં આવ્યા, 13 પાછા ફર્યા,ભારતે ઈરાનના રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો.
Apr 19, 2026 08:22 am
ઈડરમાં રાની તળાવ પાસે ગમખ્વાર અકસ્માત,સ્કોર્પિયો ગાડી આગ લાગવાના કારણે બળીને ખાખ,ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત,સ્કોર્પિયો ચાલકે કાબુ ગુમાવતા ગાડીમાં લાગી આગ,હાઇવે રોડ નજીકની ટી સ્ટોલમાં પણ આગ લાગી,સ્પીડ બ્રેકરના અભાવે થઈ રહ્યા છે અકસ્માત.
Apr 19, 2026 08:06 am
શહેરના ઘોડદોડ રોડ વિસ્તારના એક વેપારીને સોનામાં રોકાણની લાલચ આપી 26 લાખ રૂપિયાનો ચૂનો લગાવનાર ટોળકીના એક સભ્યને સુરત સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ઠગોને કમિશન લાલચે ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે.
Apr 19, 2026 07:56 am
વંથલીના કાજલીયાળીમાં ખનન માફિયાઓ બેફામ,ગૌચરની જમીનમાં માટીનું ગેરકાયદે ખોદકામ શરૂ,તંત્રની નિષ્ક્રિયતા સામે સરપંચે અવાજ ઉઠાવ્યો,અધિકારીઓએ સરપંચને જ આપી ધમકીઓ,પ્રાંત અધિકારી અને ટીડીઓનો ઓડિયો વાયરલ,તંત્ર અને ભૂમાફિયાઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ,રોષે ભરાયેલા સરપંચે પોલીસ પ્રોટેક્શન માંગ્યું.
Apr 19, 2026 07:52 am
પ્રદેશ ભાજપ અધ્યક્ષ નર્મદા જિલ્લામાં,જગદીશ વિશ્વકર્મા બે સભા સંબોધશે,ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં સભા,સામાજિક અને સહકારી આગેવાનો સાથે બેઠક.
Apr 19, 2026 07:51 am
કિવમાં આતંકી હુમલા બાદ ગોળીબાર,કાર્બાઈનથી સજ્જ આતંકીએ કર્યો ગોળીબાર,આતંકી હુમલામાં 6 લોકોના મોત નીપજ્યા,આતંકીએ દુકાનદારોને બંધક બનાવ્યા,પોલીસે ઓપરેશન હાથ ધરી આતંકીને ઝડપ્યો.
Apr 19, 2026 07:43 am
અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
Apr 19, 2026 07:37 am
સુરતશહેરમાં સરકારી નોકરીના નામે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતની પ્રતિષ્ઠિત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કંપનીમાં નોકરી અપાવવાના બહાને કતારગામના એક દંપતીએ ફરિયાદી પાસેથી રૂપિયા 32 લાખ પડાવી લઈને છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદી નકલી આઈડી કાર્ડ સાથે કંપનીના ગેટ પર પહોંચ્યો હતો.
Apr 19, 2026 07:36 am
ભાવનગરના તળાજામાં દંપતીનું મોત,વૃદ્ધ સોની દંપતીની ઘરમાંથી મળી લાશ,બંનેની સળગેલી હાલતમાં મળી લાશ,જે પથારીમાં સુતા હતા તે પેથારી અડધી સળગેલી,મોડી રાતે 2.30 વાગ્યાની આસપાસ બની ઘટના,આગ લાગી છતા આસપાસના લોકોને જાણ ન થઇ,પોલીસે લાશને ફોરેન્સિક પી.એમ માટે મોકલી,દંપતીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું તારણ,કિશોર વૈઠા અને રેખાબેન વૈઠાનું મોત.
Apr 19, 2026 07:16 am
અમદાવાદમા આજથી યલો એલર્ટ,એક અઠવાડિયા સુધી યલો એલર્ટ,25 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કરાયું,નાગરિકોને કાળજી રાખવા AMCની અપીલ,મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના,7 દિવસ કાળઝાળ ગરમી પડવાની સંભાવના.
Apr 19, 2026 07:15 am
આગામી 3 દિવસ અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માઠા સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.
Apr 19, 2026 07:14 am
સુરતમાં પરિવારને ખતમ કરવાનો કેસ,આરોપી મહિલા ઉષા નાકરાણી જેલ હવાલે.આરોપી મહિલાએ ભેળવ્યું હતું પ્રસાદમાં ઝેર,અંગત અદાવત રાખી મહિલાએ ભેળવ્યું હતું ઝેર.
Apr 19, 2026 07:14 am
આજે PSIની લેખિત પરીક્ષા યોજાશે,અમદાવાદ અને સુરતમાં યોજાશે પરીક્ષા,વડોદરા અને રાજકોટમાં યોજાશે પરીક્ષા,કુલ 371 કેન્દ્રો પર લેખિત પરીક્ષા યોજાશે,પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે,કુલ 858 જગ્યાઓ માટે 1,10,680 ઉમેદવારો ભાગ લેશે,8000થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાશે.
Apr 19, 2026 07:13 am
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રેલ્વેનો ટ્રાફિક બ્લોક,ગેરતપુર-અમદાવાદ સ્ટેશન પર કામને કારણે બ્લોક,ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રહેશે પ્રભાવિત,રેલ્વે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો કરાઇ શોર્ટ ટર્મિનેટ,મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત શોર્ટ ટર્મિનેટ,મુસાફરો માટે 18 AC બસોનું વટવા સ્ટેશનથી સંચાલન,વટવાથી અન્ય સ્ટેશને પહોંચવા AC બસોનું સંચાલન.
Apr 19, 2026 07:00 am
જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ,ચાલતી
કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો,માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ,કુકસવાડાના
હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી,પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન,ભૂલ
બદલ યુવકે જાહેરમાં માફી માંગી.

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Anand News: ખંભાતની પીપળોઈ પંચાયતનો તલાટી 6 હજારની લાંચ લેતા ACB છટકામાં ઝડપાયો

Ahmedabad News: ચોમાસા પહેલા રોગચાળાએ માથું ઉચક્યું, વધ્યા પાણીજન્ય રોગોના કેસ

Amreli News: સિંહની પજવણી કરી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

Ahmedabad News: શહેરમાં વધી રહેલા અકસ્માતોને પગલે બ્લેક સ્પોટની ઓળખ કરાઈ

IND Vs BAN: ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ, બાંગ્લાદેશ સામે T20Iમાં આવો રહ્યો છે રેકોર્ડ

Russia Ukraine War: રશિયા પર યુક્રેનનો ડ્રોન હુમલો, ઓરેનબર્ગ ગેસ પ્લાન્ટ કર્યો તબાહ

Keral : વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટની ઐતિહાસિક સિદ્ધિ, 1000મા કોમર્શિયલ જહાજનું કર્યું સ્વાગત

Health tips: રોજ સવારે નયણાં કોઠે પીવો મેથીનું પાણી; ગેસ, અપચો અને બ્લડ સુગરથી મળશે રાહત

Vaibhav Sooryavanshiએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બન્યો

IND Vs BAN: ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોની સ્થિતિ, બાંગ્લાદેશ સામે T20Iમાં આવો રહ્યો છે રેકોર્ડ