હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. ત્રણ દિવસ બાદ ફરીવાર બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યાં છે. બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં માવઠું થયું હતું. સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે કમોસમી વરસાદ થયો હતો.
સાંજે ખેરોજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ખેરોજ પંથકમાં આજે સાંજે માવઠું થયું હતું. માવઠાને કારણે ઠંડીમાં વધારો થયો હતો. અચાનક વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં ખેરોજ, આગીયા, ચાંગોદ, બાવળકાંઠીયા, ઉંચી ધનાલ અને મટોડા સહિતના વિસ્તારોમાં આજે સવારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ સાંજે ખેરોજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.













