અમદાવાદ સહિત ગુજરાત અને પાસેના રાજ્યોમાંથી વાહન ચોરી કરનાર બે આરોપીઓની ઝોન 7 એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતના 10 વાહનો કબજે કરવામાં આવ્યા.. આરોપીઓ લગ્ન પ્રસંગમાં પાર્ક થયેલા વાહનોને ટાર્ગેટ કરતા હતા અને અવાવરુ જગ્યાએ તેને છુપાવી વેચવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને ઝડપી પાડ્યા


અલગ અલગ સ્થળોએથી વાહન ચોરી કરી

અમદાવાદ રાજકોટ મોરબી અને મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરીને અંજામ આપનાર બે આરોપી સાજીદ ઉર્ફે ભૂરો શેતા અને અહેમદ કુરેશી ની ઝોન 7 એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.. આરોપીઓ પાસેથી પોલીસે 5.20 લાખની કિંમતના 10 વાહનો કબજે કર્યા છે.મહત્વનું છે કે, આરોપીઓ લગ્ન પ્રસંગના પાર્કિંગમાં મુકાયેલા વાહનોને ટાર્ગેટ કરતા અને ચોરીને અંજામ આપી વાહનો ગ્યાસપુર મેટ્રો સ્ટેશન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં છુપાવી દેતા હતા. આરોપીઓ ચોરીના વાહનો એક સાથે વેચી દેવાની તૈયારી કરતા હતા ત્યારે પોલીસે તેમને ચોરીના વાહનો સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે...

છેલ્લા સાત મહિનામાં 10 જેટલા વાહનોની ચોરી કરી

ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને આરોપી સાજીદ ઉર્ફે ભૂરો અને અહેમદ બંને જૂના મિત્રો છે.. અને અગાઉ રિક્ષા ચલાવતા હતા.. પરંતુ સાજીદ વર્ષો પહેલાં મુંબઈ રહેવા જતો રહ્યો હતો, પરંતુ બંનેની આર્થિક મજબૂરી એ ફરી એક સાથે જોડ્યા.. અને તેમણે ચોરીને અંજામ આપવાનો શરૂ કર્યો.. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે સાજીદની પત્ની ને કિડનીની બીમારી હોવાથી તેને રૂપિયાની જરૂર હતી.. ઉપરાંત અહેમદે મકાન ખરીદવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા.. અને તે ચૂકવી ન શકતો હોવાથી તેને પણ વાહન ચોરીના રસ્તે હાથ અજમાવ્યો.. બંને મિત્રોએ છેલ્લા સાત મહિનામાં 10 જેટલા વાહનોની ચોરી કરીછુપાવી રાખ્યા હતા અને આ વાહનો વેચી રૂપિયા મેળવી પોતાની આર્થિક સંકળામણ દૂર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા પરંતુ તે પહેલા જ પોલીસે બંનેને ઝડપી પાડ્યા..

 11 વર્ષથી ચોરીના રવાડે ચડેલો છે

વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી સાજીદની ગુનાહિત કુંડળી જોતા તે છેલ્લા 11 વર્ષથી ચોરીના રવાડે ચડેલો છે.. જેમાં રાજકોટ મુંબઈ અને અમદાવાદમાં તેના વિરુદ્ધ 20 જેટલા ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.. તેથી આરોપી સાચું બોલી રહ્યો છે કે ખોટું તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે..


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાતમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 6.5 કરોડથી વધુ વૃક્ષો રોપાયા હતા, દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું હતું ગુજરાત

  • Follow us on: