શહેરના થલતેજ વિસ્તારમાં પોલીસ કર્મી પર ગાડી ચડાવી ટક્કર મારવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. NSG ની મોકડ્રીલ દરિયાન ફરજ પર હાજર પોલીસ કર્મી ને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પહોચી હતી. કાર ચાલક પોલીસ કર્મી ને ઈજા પહોચાડી નાસી છુટ્યો હતો.. જોકે પોલીસે તેનો પીછો કરી ધરપકડ કરી છે. જે અંગે બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી..
પોલીસ કર્મચારી સરદારસિંહ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો
પોલીસે યશ સોની નામના આરોપીની ધરપકડ કરી છે. યશ સોની નામનો આરોપી શીલજમાં આવેલ એક સ્પા નોકરી કરે છે..ગત મોડી રાત્રે તે શીલજ થી થલતેજ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશન નીચે એનએસજી કમાન્ડો ની મોકડ્રિલ ચાલી રહી હતી. આરોપીએ મોકડ્રિલ ના બંદોબસ્ત માં હાજર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સરદારસિંહ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો...જેમાં સરદારસિંહ ને ફેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી.













