અમદાવાદ મહાનગર પાલિકાનું અંદાજપત્ર રજૂ થયા બાદ વિવિધ વિભાગો દ્વારા કામગીરીના સાધનો ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં સ્વચ્છતા જળવાય અને રસ્તા પર રહેલા કચરાને ખસેડવા માટે હવે ઝાડુની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. AMCની પરચેઝ કમિટી દ્વારા ત્રણ કરોડની કિંમતના ઝાડુની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ મનપાએ ઝાડુ ખરીદીને આપી મંજૂરી
અમદાવાદ મહાનગર પાલિકાના પરચેઝ કમિટીના ચેરમેન બળદેવભાઈ પટેલે કહ્યું હતું કે, AMCની પરચેઝ કમિટી દ્વારા શહેરમાં સાફ સફાઈ માટે ઝાડુની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં સફાઈ કર્મચારીઓ માટે ત્રણ કરોડના નવા ફૌજી ઝાડુ ખરીદવામાં આવશે. બે લાખ જેટલા ફૌજી ઝાડુ ખરીડવામાં આવશે. એક ઝાડુની કિંમત 54.80 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં 17 હજાર સફાઈ કર્મીઓ કામ કરે છે. એક સફાઈ કર્મીને મહિને ચાર ઝાડુ આપવામાં આવશે. બીજી તરફ ગોવા ઝાડુ પાંચ લાખ નંગ જેટલા ખરીદવામાં આવશે. જેની એક ઝાડુની કિંમત 44 રૂપિયા થાય છે.













