અરવલ્લીમાં પોલીસ કસ્ટડીમાં યુવકના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "તમામ નાગરિકોના હક સમાન છે" અને કસ્ટડીમાં કોઈનું પણ મૃત્યુ એ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.
મેજિસ્ટ્રેટ તપાસ અને સસ્પેન્શન
હાઈકોર્ટે આ સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં પ્રાથમિક રીતે બેદરકારી જણાતા બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટે હ્યુમન રાઈટ્સની ગાઈડલાઈન મુજબ નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા સરકારને તાકીદ કરી છે.













