અમદાવાદ શહેરના દુધેશ્વર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મહાકાળી મંદિર પાસે દર્શન કરીને પરત ફરી રહેલા બજરંગદળના કાર્યકર્તાઓ પર અજાણ્યા શખ્સોના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ઘટનાની વિગત

અમરાઈવાડી વિસ્તારના આશિષ નાગોરા અને તેમનો મિત્ર દુધેશ્વર મહાકાળી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. જોગણી માતાના મંદિર પાસે ટ્રાફિકના કારણે વાહન ઉભું રાખતા, એક અજાણ્યા શખ્સે આવીને "તુ કૌન હે" કહી ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને બંને મિત્રોને માર મારવાનું શરૂ કર્યું હતું.

પોલીસની હાજરીમાં હુમલાનો આક્ષેપ

ભોગ બનનાર યુવકોએ બજરંગદળના અન્ય કાર્યકર્તાઓને જાણ કરતા તેઓ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓનો ગંભીર આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં જ ટોળાએ ઉશ્કેરાઈને ફરી હુમલો કર્યો હતો, જેમાં એક કાર્યકર્તાને પીઠના ભાગે ધારદાર વસ્તુ મારી દેવામાં આવી હતી. ટોળાએ "અભી માર ખા કે ગયા, ફિર વાપસ આ ગયા" કહીને હિંસા આચરી હતી.

પોલીસ કાર્યવાહી

માધવપુરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. પોલીસે એક શંકાસ્પદ શખ્સને હસ્તગત કર્યો છે અને સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે ફરાર આરોપીઓને પકડવા માટે તજવીજ તેજ કરી છે.


આ પણ વાંચો----     Himatnagar : આગીયોલમાં જૂની અદાવતમાં હત્યા બાદ આરોપીનું પણ રહસ્યમય મોત થતાં પોલીસ પણ મૂંઝવણમાં

  • Follow us on: