અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ચકચારી અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીએ કોર્ટમાં પોતાની જુબાની નોંધાવી છે. સાક્ષીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તથ્ય પટેલની કાર ફૂલ સ્પીડમાં હતી અને નિયંત્રણ બહાર જણાતી હતી.


 ભાવેશ ઠાકોરને કારની ટક્કરથી ફંગોળાઈ જતા જોયા

કોર્ટમાં આપવામાં આવેલી જુબાની દરમિયાન સાક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ ભાવેશ ઠાકોરને કારની ટક્કરથી ફંગોળાઈ જતા જોયા હતા. આ જુબાની કેસને વધુ મજબૂત બનાવતી માનવામાં આવી રહી છે.

આજે પણ વધુ એક સાક્ષીની કોર્ટમાં જુબાની

આ કેસમાં આજે પણ વધુ એક સાક્ષીની કોર્ટમાં જુબાની નોંધાવાની છે. આરોપી તથ્ય પટેલ સામે અત્યાર સુધી સાક્ષીઓ દ્વારા ઘટના સમયેની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે અને સાક્ષીની જુબાનીની પ્રક્રિયા ચાલુ છે.

ભયાનક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ પર થયેલા આ ભયાનક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કેસને લઈ લોકોમાં ન્યાયની અપેક્ષા સાથે કોર્ટની કાર્યવાહી પર તમામની નજર મંડાયેલી છે.


આ પણ વાંચો-----    Gujarat Latest News Live : રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા સવારે ઠંડી

  • Follow us on: