અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કુખ્યાત બે ગેંગસ્ટરોને 7 કલાકના હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ ઝડપી પાડ્યા છે. આ શખ્સો ગુજરાતમાં પોતાના ગુનાહિત સામ્રાજ્ય ફેલાવવાના પ્રયાસમાં હતા.


રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા

આરોપીઓ અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ) છે. બંને કોટા શહેરના રહેવાસી છે અને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા છે. તેઓ સામે 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં સંગઠિત ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.

ખંડણી નેટવર્ક ફેલાવવાના અને સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઇરાદે આવ્યા

પ્રારંભિક તપાસ મુજબ, બંને શખ્સો અમદાવાદમાં ખંડણી નેટવર્ક ફેલાવવાના અને સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઇરાદે આવ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે સખત પીછો ગોઠવી 7 કલાકમાં તેમને ઝડપી પાડ્યા.

આરોપીઓને કોટા પોલીસને સોંપવા માટે કાર્યવાહી

અત્યાર સુધી, કાયદેસર પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે અને ક્રાઈમ બ્રાન્ચ રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરીને આગળની તપાસ અને આરોપીઓને કોટા પોલીસને સોંપવા માટે કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું 7 કલાકનું ઓપરેશન

ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટરોનો નેટવર્ક ફેલાવવાનો મનસૂબો નિષ્ફળ બનાવ્યો, રાજસ્થાનના બે કુખ્યાત ભાગેડુ ગુનેગારોને 7 કલાકના હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ ઝડપી પાડ્યા , કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા આ બંને શખ્સો ગુજરાતમાં પોતાનું ગુનાહિત સામ્રાજ્ય જમાવવાનો કરી રહ્યા હતા પ્રયાસ, અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ) ની કરી ધરપકડ, આ બંને આરોપીઓ હિંસક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, આરોપીઓ સામે 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ સામે સંગઠિત ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વોચ ગોઠવી

બંને આરોપીઓ ગોદારા ગેંગમાં જોડાયા હતા અને અમદાવાદમાં પોતાનું ખંડણીનું નેટવર્ક ફેલાવવા અને સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઈરાદે આવ્યા હતા. ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વોચ ગોઠવી હતી, જે અંતે 7 કલાકના લાંબા અને સાહસિક પીછો બાદ સફળતામાં મળી છે. 


આ પણ વાંચો-----   Vadodara : 6 દિવસ પહેલાં બનેલા રોડને ફરી ખોદી કઢાયો, રોડ બન્યા બાદ તંત્રને ડ્રેનેજ લાઈન યાદ આવી

  • Follow us on: