ગુજરાત ATSને વાપી–દમણ વિસ્તારમાં પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરી સંબંધિત કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી મેહુલ ઠાકુરને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે.


બાય કાર નેપાળ ભાગી ગયો હતો

ATSના ACP એસ.એલ. ચૌધરીએ જણાવ્યું કે, રેડ દરમિયાન મેહુલ પહેલા નેપાળ ભાગી ગયો હતો, જ્યાં તે અને વોન્ટેડ વિવેક રાય બંને ભાડાના મકાનમાં રહેતા હતા. તે વારાણસી આવી રહ્યો હોવાની માહિતીના આધારે તેને ઝડપી લેવાયો છે. મેહુલ રેડ સમયે ભાગીને વાપીથી ઝારખંડ થઇ વેસ્ટ બેંગાલ ગયો હતો અને ત્યાંથી બાય કાર નેપાળ ભાગી ગયો હતો.

 અગાઉની 3 ની ધરપકડ

આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી જેમાં મોહન, સોનુ ભારદ્વાજ, નિલેશ પાંડેનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીના 25 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

મેહુલ ડ્રગ્સ બનાવવા માટે નાણાં અને ફેક્ટરી જગ્યાની વ્યવસ્થા કરતો

પોલીસને મળેલી માહિતી પ્રમાણે મેહુલ ડ્રગ્સ બનાવવા માટે નાણાં અને ફેક્ટરી જગ્યાની વ્યવસ્થા કરતો હતો. મેહુલ પહેલાં સલીમ મેમણના હત્યાના ગુનામાં પણ ઝડપાયો હતો. હજુ વોન્ટેડ વિવેક રાય ફરાર છે.

30 કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું.

આ કેસમાં ઓક્ટોબર 2025માં વાપીના એક બંગલામાંથી ગેરકાયદેસર ચાલી રહેલી ડ્રગ્સ બનાવતી ફેકટરીને એટીએસ દ્વારા ઝડપી લેવાઇ હતી અને 30 કરોથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું હતું


આ પણ વાંચો----    Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે

  • Follow us on: