અમદાવાદના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને મહત્વની સફળતા મળી છે. નેપાળમાં Gen Z આંદોલનના સમયે જેલ તોડી ભાગેલા એક આંતરરાષ્ટ્રીય આરોપીને અમદાવાદમાંથી ઝડપી લેવાયો છે
ઘણા કેદીઓ ભાગ્યા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે નેપાળમાં Gen Z આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જેલોમાંથી ઘણા કેદીઓ પણ હિંસા અને અરાજક્તાનો લાભ લઇને ભાગી છુટ્યા હતા
વિવિધ મુદ્દા પર તપાસ શરુ
અમદાવાદ એસઓજી પોલીસે બાતમીના આધારે આ આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. નેપાળમાંથી ભાગીને તે ભારતમાં કેવી રીતે અને કોની મદદથી પ્રવેશ્યો અને કેટલા સમયથી તે અમદાવાદમાં રહે છે તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં તેને કોણે આશરો આપ્યો હતો
અમદાવાદમાં તેને કોણે આશરો આપ્યો હતો તે બાબતે પણ તપાસ શરુ કરાઇ છે તો અમદાવાદ ઉપરાંત અન્ય ક્યા શહેરોમાં તે છુપાયો હતો તેની પણ તપાસ ચાલી રહી છે.
પોલીસને સફળતા
SOGની આ સફળતાને શહેર પોલીસ તંત્ર તરફથી પ્રશંસા મળી રહી છે અને આ ઘટના અમદાવાદમાં કાયદો-સુરક્ષા તંત્રની કાર્યક્ષમતા બતાવે છે.
નેપાળમાં 13 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો
ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે નેપાળમાં જેલ તોડીને ભાગેલા આરોપીને ઝડપ્યો છે. આરોપી બેંગકોકથી નેપાળ હાઇબ્રિડ ગાંજો લઇ પહોંચ્યો હતો, આરોપીને પકડીને જેલમાં ધકેલવામાં આવ્યો હતો , Gen Z આંદોલન સમયે જેલ તોડી ભાગ્યો હતો, આરોપી સાસુ લિસ્ટેડ બુટલેગર છે, નેપાળ પોલીસ સાથે સંકલન કરી આરોપીને ઝડપ્યો, ડ્રગ્સ સાથે સંકળાયેલા 2 આરોપી નેપાળથી ભાગ્યા હતા, આરોપીઓ નેપાળ બોર્ડરથી ઉત્તરપ્રદેશ પહોચ્યા હતા, લખનઉથી ફ્લાઇટમાં આરોપી અમદાવાદ આવ્યો હતો, નેપાળમાં 13 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો
આ પણ વાંચો---- Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ