અમદાવાદમાં આર સી ટેકનિકલ રોડ પર માધવ ગાર્ડન પાસે જેસીબીથી ખોદકામ દરમિયાન ક્લોરિન બોટલ મળી આવી છે. ફાયર વિભાગે સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. ગેસની અસર થતા ફાયરના 2 કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ગેસ ફેલાતા નજીક આવેલી રેસ્ટોરન્ટ બંધ કરાઈ છે.હજૂ પણ આસપાસના વિસ્તારમાં ક્લોરિન ગેસની અસર થઈ છે.સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો સ્થાનિકોને તકલીફ થઈ શકે છે.


આસપાસની સોસાયટીઓ કરાવાઈ શકે છે ખાલી

અમદાવાદમાં સરખેજ હાઈવે પર સોલા ભાગવત નજીક આર.સી. ટેકનિકલ કોલેજ પાસે એક અજાણ્યો શખ્સ ક્લોરિન ગેસની બોટલ ફેંકીને ફરાર થઈ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તંત્રને સમગ્ર બાબતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગેસ લિકેજ થવાથી આસપાસના લોકોમાં આંખો અને શ્વાસ લેવામાં તકલીફો સર્જાઈ હતી. હજુ પણ આસપાસના વિસ્તારમાં ક્લોરિન ગેસની અસર જોવા મળી છે. સ્થિતિ કંટ્રોલમાં ના આવે તો સ્થાનિકોને વધુ અસર થઈ શકે છે. આસપાસની સોસાયટીઓ પણ ખાલી કરાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. 

લોકોને બહાર નહીં નીકળવા અપીલ કરાઈ

ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં ક્લોરિન ગેસનો બાટલો લીકેજ થયો છે. હવામાં ગેસ વધારે પ્રમાણમાં ફેલાય નહીં તે માટે પાણીનો મારો શરૂ કરાયો છે. આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. જે લોકો નજીકમાં છે તે લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે. એસજી હાઈવે પર ક્લોરિન ગેસની અસર જોવા મળી રહી છે. ગેસ લિકેજને કારણે આસપાસમાં રહેલી કેટલીક હોટેલને બંધ કરાવી હોવાનું જાણવા મળ્યું છે. 


આ પણ વાંચોઃ Navsari: નેશનલ હાઈવે 84 પર ટ્રક પલટી મારી જતા સામાન વેરવિખેર, વેસ્મા નજીક અકસ્માતથી ભારે ટ્રાફિક જામ

  • Follow us on: