હાઈકોર્ટે અનિમલ વેલફેરની અરજી ફગાવી દીધી છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના માંસ ટેન્ડરનો વિવાદ શમ્યો છે. હાઈકોર્ટે અરજદારની પીઆઈએલ સામે સવાલો ઉઠાવ્યા છે. માંસાહારી પ્રાણીઓ માંસ જ ખાશે તેવું અવલોકન કરવામાં આવ્યું છે. સ્લોટર હાઉસમાંથી જ માંસ આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. અરજદારની કતલ રોકવાની તમામ દલીલો કોર્ટે નકારી કાઢી છે.


હાઈકોર્ટે એનિમલ વેલફેરની અરજી ફગાવી

જૂનાગઢના સક્કરબાગ ઝૂ દ્વારા માંસને લઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેનો એનિમલ વેલફેરના અરજદારે વિરોધ કરીને એક અરજી દાખલ કરી હતી. જેમાં કહ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ લાવીને કત્લ કર શકાય નહીં. પ્રાણી સંગ્રહાલય એ કોઈ સ્લોટર હાઉસ નથી. જેથી પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની કતલ કરી શકાય નહીં. આ અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, માંસાહારી પ્રાણીઓ માંસ ખાશે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને જો કોર્પોરેશન હેન્ડલ ના કરતુ હોય તો તેની જવાબદારી કોણ લેશે. માંસાહારી પ્રાણીઓ માટે માંસ સ્લોટર હાઉસમાંથી આવશે. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ કપાય છે એમાં તમારે શું છે એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી. 

આ પણ વાંચોઃ Vadodara News : હર્ષ સંઘવીની ટકોર બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા, તાત્કાલિક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો


  • Follow us on: