અમદાવાદમાં આગામી 28 ડિસેમ્બરે લેઉઆ પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન યોજાશે. અમદાવાદના નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ સંમેલનમાં લેઉઆ પાટીદાર સમાજના ચાર નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવશે.
નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં સંમેલન યોજાશે
અમદાવાદના નિકોલમાં ખોડલધામ અને કાગવડ બાદ લેઉઆ પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવામાં આવશે. 28 ડિસેમ્બરે આ સંમેલનનું આયોજન નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યુ છે. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહશે. જ્યારે રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરવામાં આવશે.













