અમદાવાદના નિકોલ વિસ્તારમાં કારના બોનેટ પર વૃદ્ધને ઉઠાવી લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારચાલકની ધરપકડ કરી છે.
કારચાલક હરિશંગ જાદવની પોલીસે અટકાયત કરી
મળતી માહિતી મુજબ કારચાલક હરિશંગ જાદવની પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ ઘટના દરમિયાન કારનો સાઇડ ગ્લાસને અડતા વૃદ્ધ અને કારચાલક વચ્ચે રકઝક થઈ હતી. વિવાદ બાદ ડ્રાઇવરે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.













