અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને અમદાવાદ શહેરમાં આવેલી 2 આરટીઓ કચેરી ખાતે એજન્ટ પ્રથા નાબુદ હોવાથી આ બંને કચેરીઓની 100 મીટર સુધી એજન્ટોને ઉભા રહેવા બાબતે પ્રતિબંધ ફરમાવ્યો છે તો ડ્રોન કેમેરા રેડ ઝોન યલો બાબતે તથા ડ્રોન ફ્લાય ઝોન બાબતે પણ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા છે
એજન્ટોને ઉભા રહેવા પ્રતિબંધ
પોલીસ કમિશનર અમદાવાદ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં (૧) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, સુભાષબ્રિજ સર્કલની બાજુમાં, અમદાવાદ શહેર તથા (૨) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, વસ્ત્રાલ, અમદાવાદ શહેર ખાતે આવેલ છે. આ કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે.સંદર્ભમાં જણાવેલા પત્રમાં દર્શાવેલ વિગત મુજબ આર.ટી.ઓ. માં એજન્ટ પ્રથા નાબુદ હોવા છતાં કેટલાંક ઇસમો કચેરીની આસપાસ અથવા કચેરીના નજીકના સ્થળે એકલા અથવા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરીકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. જેથી આવી પ્રવૃતિ અટકાવવા સારૂ ઉપરોક્ત બંન્ને કચેરીઓ ખાતે પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવે તે જાહેર જનતાના હિતમાં જરૂરી જણાય છે.
ડ્રોન ફ્લાય ઝોનનું પણ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ
ડ્રોન ફ્લાય ઝોનનું પણ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે જેમાં કેન્દ્રિય ગૃહ મંત્રી 25 તારીખે અમદાવાદમાં આવવાના હોવાથી તેવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરોસ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ મહાનુભાવનાઓની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.જેથી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર કરૂ છુ. જે દરમ્યાનમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), PARA MOTOR, HOT AIR BALLOONS તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવાઇ છે.
ડ્રોન કેમેરા રેડ ઝોન
ઉપરાંત અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન એરપોર્ટ, આર્મી કેન્ટોન્મેન્ટ, સેન્ટ્રલ જેલ, વી.આઇ.પી /વી.વી.આઇ.પી. રહેઠાણ અગત્યના પાવર સ્ટેશનો, મેટ્રો રેલ્વે, ઇન્ડસ્ટ્રીયલ એકમો, બ્રીજ તેમજ અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી શહેર પોલીસની છે. રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી દેશ-વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇને અમદાવાદ શહેરની સુરક્ષાને હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં, તેમજ નજીકના ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનાવ તથા આ પ્રકારના સંસાધનોથી શહેરમાં આંતક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી છે. UAV(Unmanned Aerial Vehicle) ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.ડાયરેકટર જનરલ ઓફ સિવિલ, એવિએશન, ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ ડીજીટલ સ્કાય (એપ્લીકેશન) પ્લેટફોર્મ ઉપર રેડ ઝોન - ૩૬ અને યલો ઝોન -૧૬૫ મળી કુલ: ૨૦૧ જગ્યાઓમાં DRONE-UAV ઉડાડવા માટે પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં રેડ ઝોન પ્રતિબંધિત વિસ્તાર હોઇ DRONE-UAV ઉડાડી શકાશે નહિ, અને બાકી રહેલ યલો ઝોન, ગ્રીન ઝોન વિસ્તાર માટે અરજદાર/ઓપરેટર ડીજી. સ્કાય (એપ્લીકેશન) ઉપર અપલોડ કરેલ વિગતો/ શરતો મુજબ લોગીન થઇ પરવાનગી લઇ DRONE-UAV ઉડાડી શકે છે.
આ પણ વાંચો--- Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી