અમદાવાદમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને ચોરી કરતી મહિલા પોલીસના હાથે પકડાઈ છે. તેણે નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં ગ્રાહકોના સ્વાંગમાં ચોરી કરી હતી.


 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે 

પોલીસે આ મહિલા આરોપી પ્રવિણા સેનવાને પોલીસે ઝડપી પાડી હતી અને તેના પાસેથી 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીની પૂછપરછ

પોલીસે જણાવ્યું છે કે, પ્રવિણાએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચોરી કરી હતી. અટકાયત બાદ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને અન્ય સંભવિત ગુનાઓ અંગેની તપાસ ચાલુ છે.


આ પણ વાંચો-----    Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા

  • Follow us on: