ગુજરાતમાં હવામાન વિભાગે 21 એપ્રિલ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી માવઠું થવાની શક્યતાઓ છે. આજે 20 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. જ્યારે ગાંધીનગરમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. આ દરમિયાન રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.


SNCU અને ICU વિભાગમાં ખાસ તકેદારી

રાજ્યમાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગની વોર રૂમ જેવી તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં હોસ્પિટલોમાં સ્પેશિયલ હિટ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ બેડ અનામત રખાયા છે. ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટે પાંચ બેડ અનામત રખાયા છે. તમામ બેડમાં કુલિંગ સુવિધા ઉપલબ્ધ છે. દવાઓનો મબલખ જથ્થો પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં ORS કોર્નર ઊભા કરાયા છે.SNCU અને ICU વિભાગમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટ ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે ફાયર સેફ્ટિને લઈને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

રાજ્યમાં આજે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, દાદરાનગર હવેલી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે 21 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 42 ડિગ્રી સુધીનું તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડીગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે.


આ પણ વાંચોઃ Local body election: જુહાપુરાને જોધપુર બનાવવા ભાજપને મત આપો, ચંડોળા બનાવવા માટે કોંગ્રેસ છે : MLA અમિત ઠાકર


  • Follow us on: