હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે મહત્વનું નાઉ કાસ્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને આજે સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળા માટે રાજ્યના જુદા-જુદા ૯ જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે આ તમામ વિસ્તારોમાં સત્તાવાર રીતે 'યલો એલર્ટ' જાહેર કરી દેવાયું છે.


અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ

જો જિલ્લાવાર વિગતો પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે પ્રમુખ જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજા જોર પકડશે

આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજા જોર પકડશે, જેમાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ પટ્ટામાં પણ વહીવટી તંત્રને સાબદું રહેવા અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં વરસાદ

દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ સાંજના 4 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ રહેશે

આણંદ જિલ્લામાં પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ

આ સાથે ચરોતર પંથકના આણંદ જિલ્લામાં પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અગમચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા અને સામાન્ય લોકોને વીજળીના થાંભલા કે મોટા વૃક્ષો નીચે આશ્રય ન લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું

  • Follow us on: