ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી યતીન ઓઝાએ પ્રજાસત્તાક પર્વના અવસરે ન્યાયતંત્રની વર્તમાન સ્થિતિ અંગે અત્યંત સ્ફોટક નિવેદન આપતા કાયદાકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે, હાલમાં ન્યાયતંત્રમાં ઇમરજન્સી (કટોકટી) કરતા પણ વધુ ખરાબ હાલત જોવા મળી રહી છે. તેમણે ન્યાય પ્રક્રિયામાં સરકારી તંત્રની વધતી જતી દખલગીરી સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, ન્યાયાધીશો કોઈપણ પ્રકારના દબાણ વગર અને ચિંતામુક્ત થઈને કામ કરે તે લોકશાહીના હિતમાં ખૂબ જ જરૂરી છે. આ નિવેદનને કારણે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચાઓ છેડાઈ છે.


ગુજરાત હાઈકોર્ટમાં ગરમાવો

જોકે, આ નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ખુલાસો કરતા યતીન ઓઝાએ જણાવ્યું હતું કે તેમણે કોઈ વિવાદિત નિવેદન આપ્યું નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જે વાત તેમણે કરી તે માત્ર તેમનો વ્યક્તિગત અભિપ્રાય ન હતો, પરંતુ કાયદાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા અલગ-અલગ લોકોના મંતવ્યો હતા. તેમણે ઉમેર્યું હતું કે તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, પરંતુ સરકારની દખલગીરી ન્યાયની સ્વાયત્તતા માટે જોખમી સાબિત થઈ શકે છે. સરકારને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપતા ઓઝાએ લોકશાહીના ચોથા સ્તંભની મજબૂતી પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : Rajkot માં નકલી દવા કૌભાંડ, તપાસનો છેડો સુરત અને અમદાવાદ સુધી લંબાયો, થયા મોટા ખુલાસા!



  • Follow us on: