
બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન

Mar 17, 2026 11:47 pm
સરકારે જુદાજુદા કેડરની નવી જગ્યાઓ ઊભી કરી , આગામી દિવસોમાં નવી જગ્યાઓ પર ભરતી થશે
Mar 17, 2026 11:30 pm
કિશોરીએ આત્મહત્યા કરી હોવાની નવી થિયરી, પોલીસને કિશોરીના શંકાસ્પદ CCTV ફૂટેજ મળ્યા, CCTVમાં મૃતક કિશોરી બિલ્ડીંગના ટેરેસ પર દેખાઈ, પોલીસને ટેરેસ ઉપર કિશોરીના ચપ્પલ પણ મળ્યા, પોલીસે આત્મહત્યાની દિશામાં તપાસ હાથ ધરી
Mar 17, 2026 11:00 pm
સ્ટંટ કરતા બાઇક જપ્ત કરવામાં આવ્યા , PDPUથી ગિફ્ટ સિટી રોડ પર કાર્યવાહી , પોલીસે 12 જેટલા મોડીફાઇ બાઇક જપ્ત કર્યા
Mar 17, 2026 10:48 pm
ચાલુ અને પૂર્વ સરપંચના સમર્થકો આમને-સામને, ચૂંટણીની અદાવત બન્યું ઝઘડાનું કારણ, મારામારીમાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત, પાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
Mar 17, 2026 10:47 pm
વિશ્વામિત્રી નદીમાંથી મળ્યો મગરનો મૃતદેહ, 10 ફૂટ લાંબા મગરનો મળ્યો મૃતદેહ, 3 મહિનામાં 3 મગરના મોતથી હાહાકાર
Mar 17, 2026 10:37 pm
જાહેર ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા વ્હીપ, 3 દિવસમાં મહત્વના બિલો થશે રજૂ, 23,24,25 માર્ચે હાજર રહેવા માટે વ્હીપ, UCC અને અશાંતધારા સહિતના બિલ રજૂ થશે
Mar 17, 2026 10:36 pm
89 લાખની બંધ ચલણી નોટો ઝડપી , 500 અને 1000ના દરની જુની નોટો ઝડપાઇ, પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ
Mar 17, 2026 10:24 pm
ઇકો ગાડીમાં સવાર 10 મુસાફરો ઇજાગ્રસ્ત, ઇડર-ભિલોડા હાઇવે પર અકસ્માત, ઇકો ગાડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભર્યા
Mar 17, 2026 10:15 pm
ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર, સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર
Mar 17, 2026 10:14 pm
MLA ભગા બારડના નિવાસસ્થાને આયોજન, મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સમારોહમાં હાજર, તમામ ધારાસભ્યોને અપાયુ હતું આમંત્રણ, મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યોએ આપી હાજરી
Mar 17, 2026 09:44 pm
પશુપાલકોના વિરોધ બાદ નિર્ણય , અમદાવાદ જિલ્લા સહકારી દૂધ સંઘ, પ્રતિ કિલો ફેટમાં 40 રૂપિયાનો વધારો, પ્રતિ કિલો ફેટ દીઠ ભાવ 850 રૂપિયા થયો
Mar 17, 2026 09:43 pm
ગાંધીધામના CA સાથે છેડરપિંડી કરતા ફરિયાદ, ભાજપ નેતાના પુત્રોએ 16 લાખની કરી ઠગાઇ, કલ્પેશ ઠક્કર અને દર્શન ઠક્કરની સંડોવણી
Mar 17, 2026 09:31 pm
કામલી ગામની રજવાડી ડેરીમાં ઘી મુદ્દે તોડ કરવા જતા ઝડપાયા, ન્યૂઝમાં ન આપવા માટે 2.50 લાખ રૂપિયા માગ્યા, રજવાડી ડેરીમાં નકલી ઘીનો કર્યો હતો આક્ષેપ, નાણાં ન આપે તો મારી નાખવાની ધમકી આપી , ગૌતમ બારોટ, હિતેન્દ્ર પંચાલની ધરપકડ
Mar 17, 2026 08:58 pm
માળિયાના ભંડૂરી પાસે રિક્ષા પલ્ટી મારી, પાંચ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત, પશુઓ વચ્ચે આવતા સર્જાયો અકસ્માત
Mar 17, 2026 08:43 pm
સળીયા ચોરી કરતા 4 આરોપીઓ ઝડપાયા, કુલ 36,780 કિલો સળીયા સાથે મુદ્દામાલ જપ્ત, ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Mar 17, 2026 08:16 pm
18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇ માવઠાની આગાહી, કેન્દ્રીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ , ભારે પવન સાથે પડી શકે છે વરસાદ , આવતીકાલે બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી, મોરબી, કચ્છ, સાબરકાંઠામાં માવઠાની આગાહી, 19 માર્ચ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠુ થશે, ભરૂચ, તાપી, સુરત, ડાંગમાં માવઠાની આગાહી, નવસારી, વલસાડમાં માવઠાની આગાહી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગરમાં માવઠાની આગાહી, 20 માર્ચે સામાન્ય વરસાદ પડવાની સંભાવના
Mar 17, 2026 07:54 pm
ભારત સરકાર આપી મંજૂરી , 22.45 કિમી રોડ 451 કરોડના ખર્ચે બનશે , રાજસ્થાન સાથે આગળ જોડાય છે રોડ
Mar 17, 2026 07:06 pm
ફૂડ વિભાગ અને SOGની ટીમે તપાસ શરૂ કરી, તાલાલાના નારસંગ ટેકરી વિસ્તારમાં દરોડા, સંજય કિરાણા ભંડાર નામની દુકાનમાં દરોડા, દૂધ બનાવવા કેમિકલ અને પામ તેલનું વેચાણ થતુ હતું, નેસમાંથી ડુપ્લીકેટ દૂધની ફેક્ટરી ઝડપાઇ હતી
Mar 17, 2026 06:37 pm
PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ , PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ , 5 GRD જવાનો પણ સસ્પેન્ડ
Mar 17, 2026 06:32 pm
સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાંભળતા નથી, ધારાસભ્ય સંગીતા પાટીલની ગૃહમાં રજૂઆત, દર્દીઓને લઈ જવા સ્ટ્રેચર આપતા નથી , સ્ટ્રેચર માટે અટેન્ડન્ટ આપતા નથી, આરોગ્ય મંત્રી ઠપકો આપે તેવી માંગ
Mar 17, 2026 06:31 pm
સરકારી શાળામાં 9442 ઓરડાની ઘટ, પ્રાથમિક શાળામાં 8586 ઓરડાની ઘટ, માધ્યમિક શાળામાં 856 ઓરડાની ઘટ
Mar 17, 2026 06:12 pm
956 ગેસ સિલિન્ડર ગાયબ થતા ફરિયાદ , ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સિલિન્ડર ગાયબ, સ્ટોક કીપરે ગેસની બોટલનો વહીવટ કર્યાનો આક્ષેપ, ગેસ બોટલનો વહીવટ કરી 17.57 લાખનું કૌભાંડ
Mar 17, 2026 06:11 pm
આર્કિટેક્ટ સાથે 1.25 કરોડની છેતરપિંડી , શેર બજારમાં રોકાણને બહાને કરી છેતરપિંડી, 20 દિવસમાં 19 ટ્રાન્જેક્શન દ્વારા રકમ પડાવી, ઇન્સ્ટાગ્રામથી ઠગો સાથે સંપર્કમાં આવ્યો હતો, ફેક એપ ડાઉનલોડ કરાવી IPOમાં રોકાણ કરાવ્યું, પૈસા ઉપાડવા ન મળતા ઠગાઈ બહાર આવી, સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી
Mar 17, 2026 06:00 pm
16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી, 16 સપ્તાહના ગર્ભ માટે આપી મંજૂરી, ગાંધીનગરની દુષ્કર્મ પીડિતાને HCની રાહત, સિનિયર ડોક્ટરોની પેનલ દેખરેખ રાખશે, છેલ્લા 3 વર્ષમાં 24 કેસોમાં મંજૂરી
Mar 17, 2026 05:26 pm
અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્જરી હોસ્પિટલ બનશે , 300 બેડની હોસ્પિટલ બનાવાશે , 58 કરોડ રૂપિયાની રાજ્ય સરકારે કરી જોગવાઈ
Mar 17, 2026 05:25 pm
વિડીયો ઉતારવા બાબતે દંપતીને માર્યો માર, લોખંડની પાઈપથી મરતા ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત, હુમલાખોરોએ ગાડીના કાચ પણ તોડયા , 3 શખ્સો સામે આનંદનગર પોલીસમાં ફરિયાદ
Mar 17, 2026 05:13 pm
પૂજારી સહિત 11 શખ્સો દોષિત, પૂજારી અભિષેક ચૌહાણ મુખ્ય સૂત્રધાર, છગન ડાભી દારૂ અને માંસ લાવ્યો હતો, ત્રણ સગીરને પણ દોષિત જાહેર કરાયા
Mar 17, 2026 05:12 pm
26 કેફેટરિયાની કામગીરી ટુરિઝમને સોંપાઈ , કરોડોના ખર્ચે મનપાએ બનાવ્યો છે આઈકોનિક રોડ , ટેન્ડરિંગથી દુકાનો આપવામાં આવશે, એકસુત્રતા જાળવી રાખવા એજન્સી કામ આપશે , 128 કરોડના ખર્ચે રોડ તૈયાર કરાયો છે
Mar 17, 2026 05:02 pm
પાલનપુરમાં ANTFએ કાર્યવાહી કરી , બાઈક પર ડ્રગ્સ લઈ જતા બેની ધરપકડ , રાજસ્થાનના બે આરોપી ઝડપાયા, 232 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત, 7.56 લાખનો મુદ્દામાલ કબજે, ઈરફાન મોયલા અને સુખદેવ ચૌધરીની ધરપકડ
Mar 17, 2026 04:58 pm
લખતર તાલુકા આંગણવાડી કેન્દ્ર બંધ રહેશે, 18 થી 20 માર્ચ સુધી બંધ પાળી વિરોધ નોંધાવશે, પડતર માંગણીઓને લઇ બંધ પાળવા નિર્ણય , ઓનલાઇન કામગીરી બંધ કરવાની માગ , પગાર વધારાની આંગણવાડી કાર્યકર્તાઓની માગ
Mar 17, 2026 04:49 pm
સરફરાજ ખાને પત્ની પૂજાદેવીની કરી હત્યા , પ્રેમીને મળવા ગયેલી પત્નીની હત્યા , પ્રેમીને મળવા જતા ગાર્ડનમાં જ હત્યા કરી
Mar 17, 2026 04:48 pm
પાંડેસરામાંથી E-સિગારેટનો જથ્થો જપ્ત , 39 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો , અમન ગેડીયા નામના ઈસમની ધરપકડ
Mar 17, 2026 04:36 pm
DEOની મહત્વની સૂચના, પંખા અને ઠંડા પાણી ફરજિયાત, શાળાના બપોરે કાર્યક્રમો પર રોક, તડકામાં પ્રવૃત્તિઓ બંધ રાખવા નિર્દેશ
Mar 17, 2026 04:35 pm
દરવાજો બંધ થતા ભાઇ-બહેન ફસાયા , રૂમમાં રમતા હતા ત્યારે દરવાજો બંધ થયો, અંદરથી દરવાજો બંધ થતા ફસાયા હતા, ફાયરની ટીમે દરવાજો તોડી બહાર કાઢ્યા
Mar 17, 2026 04:35 pm
એજન્સી બિલ ભર્યા વગર રવાના સ ચાર્જિંગ સ્ટેશનનું કનેક્શન કાપવામાં આવ્યા સ નેસેલ ઇમોબિલીટી ને અપાયું હતું કામ , GMC એજન્સી ની ડિપોઝિટ જપ્ત કરી
Mar 17, 2026 04:34 pm
મકરપુરા પોલીસે કરી ધરપકડ , ફરસાણ ની દુકાન માં હતા સિલિન્ડર , 10 ખાલી 18 ભરેલા સિલિન્ડર મળ્યા , દુકાન માલિક ભવાની અગ્રવાલ ની ધરપકડ
Mar 17, 2026 04:19 pm
બારડોલીના 10 મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા, ઉતારા ગામ નજીક નદીમાં ડૂબી જતા મોત, મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
Mar 17, 2026 03:47 pm
ગુજરાતના ન્યાય તંત્ર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદા વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 5 જજની તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ કરવામાં આવી છે. જાહેર હિતમાં તાત્કાલિક અસરથી નિવૃત્ત કર્યા છે. રાજ્યપાલના આદેશ બાદ થઈ હતી ભલામણ,હાઈકોર્ટની ભલામણને આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.
Mar 17, 2026 03:35 pm
ગરમીને લઈ શાળાઓ માટે એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને મહત્વની સૂચના આપી છે. પંખા અને ઠંડા પાણીની વ્યવસ્થા ફરજિયાત રાખવા સૂચના આપી છે. શાળામાં બપોરના કાર્યક્રમો પર રોક લગાવી દેવાઈ છે. તડકામાં પ્રવૃત્તિઓ બંધ રાખવા નિર્દેષ કરવામાં આવ્યો છે.
Mar 17, 2026 03:25 pm
સુરતના અમરોલીમાં બાળકો રૂમમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. દરવાજો બંધ થઈ જતાં ભાઈ બહેન ફસાયા હતાં. રૂમમાં રમતા હતાં ત્યારે દરવાજો બંધ થઈ ગયો હતો. અંદરથી દરવાજો બંધ થતા ફસાયા હતા.ફાયરની ટીમે દરવાજો તોડી બહાર કાઢ્યા
Mar 17, 2026 03:17 pm
ખાનગી જમીન માલિકો હવે ઈ-હરાજી વગર ૪ હેક્ટરની મર્યાદામાં સીધી અરજી દ્વારા ક્વોરી લીઝ મેળવી શકે છે. આ અંતર્ગત મળેલી ૧૦૨૪ અરજીઓમાંથી ૭૩૮ અરજીઓને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે, જે 'ઈઝ ઓફ લિવિંગ'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.મંત્રીએ કહ્યું કે,રાજ્યના ખનીજ ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક નવીન પ્રયાસો કરવામાં આવશે. ક્રિટિકલ મિનરલ્સ અને REE સંશોધન માટે ક્લીન એનર્જી અને હાઈ-ટેક સેક્ટર માટે અનિવાર્ય એવા રેર અર્થ એલિમેન્ટ્સ (REE) માટે છોટાઉદેપુરના અંબાડુંગર, દાહોદ અને પંચમહાલમાં ઘનિષ્ઠ સંશોધન શરૂ કરાયું છે.
Mar 17, 2026 02:56 pm
2. Navsari News: લાજપોર જેલથી બીલીમોરા પોલીસે કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો
3. PM Modi સાથે Varun Gandhiએ સહપરિવાર કરેલી મુલાકાત બની ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ?
4. IPL 2026 પહેલા BCCIનો મોટો નિર્ણય, નેટ પ્રેક્ટિસ અને પિચને લઈ જાહેર કરી મહત્વપૂર્ણ ગાઈડલાઈન
5. Patan News: લુખ્ખાઓએ હુમલો કરતાં પોલીસ ભાગી, જાણો સમગ્ર ઘટના અંગે DySPએ શું કહ્યું?
6. Surendranagar News: PGVCLની બેદરકારીને કારણે 12 વીઘા જમીનમાં કરેલું ઘઉંનું વાવેતર બળી ગયું
8. ગૂગલનો સૌથી ચોંકાવનારો ખુલાસો! 3.5 અબજ વપરાશકર્તાઓના ડેટા જોખમમાં!
9. Gir Somnath News: કોર્ટે ઉનાના દલિત કાંડમાં ચુકાદો આપ્યો, જાણો શું છે 2016માં બનેલી આ ઘટના
Mar 17, 2026 02:47 pm
જૂનાગઢના વિસાવદરમાં માનવતાને લજવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.સોશિયલ મીડિયાના માધ્યમથી પાંગરેલી ઓળખાણ એક પરણિતા માટે ભયાનક સપનું સાબિત થઈ છે.ફેસબુક પર મિત્ર બનેલા વિપુલ ગોહિલ નામના શખ્સે વિસાવદરની યુવતીને મળવાના બહાને બોલાવી તેનું અપહરણ કરી 6 અન્ય મિત્રો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
Mar 17, 2026 02:33 pm
મેંદરડા તાલુકા પંચાયતમાં પ્રમુખ દ્વારા રાજીનામુ આપતા રાજકીય ભૂકંપ આવ્યો છે.તાલુકા પંચાયતના પ્રમુખ જય કિશન માકડીયાએ ધારાસભ્ય અરવિંદ લાડાની અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ વચ્ચે ચાલતા કોલ્ડ વોરને લઈને ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે તેનો એક વધુ પુરાવો આપ્યો છે
Mar 17, 2026 02:23 pm
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ આજે પોતાની માલિકીની જમીનમાં પાવરગ્રીડ સાઉથ વટામણ ટ્રાન્સમિશન કંપની દ્વારા ઉભા કરવામાં આવતા 765 કે.વી.ના વીજ ટાવરોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Mar 17, 2026 02:06 pm
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વન્યજીવોના શિકારના ઈરાદે નીકળેલી ગોધરાની એક ટોળકીને પોલીસે દબોચી લીધી છે. ચલાલીના જંગલ વિસ્તારમાં થયેલા ગોળીબારના અવાજ બાદ સક્રિય થયેલી પોલીસે ભાગતા શિકારીઓનો ૧૫ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પૂરઝડપે જતી કાર પલટી ખાઈ જતા પોલીસે ત્રણ આરોપીઓને ડબલ બેરલ બંદૂક અને સાત જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે કુલ ₹ ૪,૧૫,૮૪૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Mar 17, 2026 02:00 pm
મોરબી સીરામીક ઉદ્યોગ દ્વારા સામુહિક વેકેશનનો નિર્ણય લેવાયો. યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછતને લઈને લેવાયો નિર્ણય. સમગ્ર સીરામીક ઉદ્યોગ 15 એપ્રિલ સુધી સામુહિક વેકેશન પાળશે. ગેસના ક્વોટા પુરા થતા જાય એમ એક પછી એક સીરામીક એકમો શટ ડાઉન કરશે. અગાઉ જ અંદાજીત 400 થી વધુ કારખાના ગેસના લીધે બંધ થઈ ચૂક્યા હતા
Mar 17, 2026 01:49 pm
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા (S.P.) જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે તાલાળા તાલુકામાં એક મોટી કાર્યવાહી કરતા નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. તાલાળાના ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમનગર નેશ વિસ્તારમાં ત્રાટકેલી પોલીસ ટીમે હજારો લિટર ડુપ્લીકેટ દૂધનો જથ્થો કબજે કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG ની ટીમે ગુંદરણના નેશ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી 3000 લિટરથી વધુ નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો.
Mar 17, 2026 01:32 pm
નવસારી પોલીસે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો છે. ટ્રાન્સફર વૉરંટથી બીલીમોરા પોલીસે ગોટીનો કબજો લીધો છે.લાજપોર જેલથી બીલીમોરા પોલીસ ગોટીને રિકંસ્ટ્રકશન માટે લાવી હતી. કુખ્યાત ચિરાગ ગોટીએ પોતાને ત્યાં નોકરી કરતા યુવાનને ઢોર માર માર્યો હતો.બીલીમોરાના પોંસરી વિસ્તારમાં યુવાનને ઢોર માર મારી વીડિયો વાયરલ કર્યો હતો.ભોગ બનનાર સુરતના યુવાને બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીલીમોરા પોલીસે નોંધાયેલા ગુના અંગે કાર્યવાહી કરતા ગોટીનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. રિકન્સ્ટ્રકશન દરમિયાન ચિરાગ ગોટી મીડિયાને સલાહ આપતો દેખાયો હતો. ગોટીએ પોલીસને કહ્યું સરકારી કામ માટે બેસું બાકી એ લોકો એક બીજા જોડે વીડિયો શેર કરી લે.
Mar 17, 2026 01:28 pm
રાજકોટ વાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. આજી અને ન્યારી ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. સૌની યોજના મારફતે પાણી ઠલવાયું છે. બંને ડેમ 80 ટકા સુધી ભરવામાં આવશે. જેના કારણે ઉનાળો હેમખેમ પસાર થઈ દશે. આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી પાણી ઉપલબ્ધ રહેશે.ઉનાળમાં પાણી કાપ ન આવે તે મુજબનું આયોજન કરાયું છે.
Mar 17, 2026 12:53 pm
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ગોખરવાડા ગામમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. વીજ તારથી શોર્ટ સર્કિટ થતાં ઘઉં માટેની ટપક સિંચાઈની પાઈપલાઈન સળગી હતી. જેના કારણે અંદાજે 3 ખેતરોમાં 12 વીઘા જમીનમાં નુકસાન પહોંચ્યું હતું. PGVCLની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્રણેય ખેતરોમાં કરેલું ઘઉંનું વાવેતર બળી જતાં ખેડૂત પાયમાલ બન્યો છે. પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
Mar 17, 2026 12:26 pm
સાંસદ બાબુભાઈ દેસાઈએ સંસદમાં માંગ કરી છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં સ્પોર્ટ સંકૂલ બનાવવા માગ કરી છે. વીર સાવરકર સ્પોર્ટ સંકુલનો વધુ વિકાસ કરવાની પણ માગ કરી છે. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વિકાસ થવો જોઈએ. યુવાનોને વધુ સારી સુવિધાઓ મળશે તો ગુજરાતને ફાયદો થશે.
Mar 17, 2026 12:13 pm
ઉના દલિત કાંડમાં કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટે પાંચ આરોપીઓને પાંચ વર્ષની સજા સંભળાવી છે. IPC ૩૨૩ અને ૩૨૪ હેઠળ ત્રણ વર્ષની સજા ફટકારી, IPC ૩૪૨ અને ૫૦૪ હેઠળ બે વર્ષની સજા ફટકારી છે. તમામ આરોપીઓ પર 5000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. કોર્ટે આદેશ કર્યો હતો કે, તમામને સાથે સજા ભોગવાની રહેશે, આરોપીઓ 6 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂક્યા છે
Mar 17, 2026 12:00 pm
સુરતમાં કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાઈના ફોર્મ રદ થવા મામલે સામાજિક કાર્યકર સંજય ઈઝાવાએ લેખિતમાં અરજી કરી છે. પોલીસ કમિશનર અને ચૂંટણી પંચને અરજી મોકલવામાં આવી છે. ફોર્મની સહીઓની એફએસએલ દ્વારા તપાસ કરવાની માગ કરાઈ છે. નોટરી અને ઓળખ ચકાસણીમાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે. 17.63 લાખ મતદારોનો અધિકાર છીનવાયો હોવાનો આરોપ લગાવાયો છે. લોકશાહી સાથે રમત રમનારા સામે ગુનો નોંધવા માગ કરાઈ છે. કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
Mar 17, 2026 11:49 am
અમદાવાદના સરદારનગરમાં ક્રિકેટ બુકીઓની તકરારમાં લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસી હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં. હુમલો કરનાર ટોળકી પર અનેક ફરિયાદો થઈ હોવાની ચર્ચાઓ છે. પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી હુમલો કરનારા ગુનેગારોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
Mar 17, 2026 11:25 am
દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.આ અંગે રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરી 2025ના રોજ કમિટીની જાહેરાત કરી હતી. આ કમિટી દ્વારા ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન UCC બિલ લાવવા માટે ચર્ચાઓ કરવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિને બેઠકનું સાંજે પાંચ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે.
Mar 17, 2026 11:12 am
જૂનાગઢના કેશોદમાં ડેરી પર પોલીસે દરોડા પાડ્યા છે. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. શ્રી શક્તિ ડેરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. દૂધના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Mar 17, 2026 10:51 am
ભાવનગરના જેસરમાં સરપંચને હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે. વિરપુર ગામના સરપંચને ગેરલાયક ઠેરવી પદ પરથી દૂર કરયા છે. સરપંચ નારુ ગોબરભાઈ વાળાને હોદ્દા પરથી હટાવાયા છે. 3 સંતાન હોવાના કારણે TDO અધિકારીએ કાર્યવાહી કરી છે. હોદ્દો તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કરાયો છે. ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો, કાનાભાઈ વેલાભાઈ રાઠોડને ચાર્જ સોંપાયો
Mar 17, 2026 10:38 am
દિયોદરના સોની ગામે વિધાર્થી પર છરીથી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. બોર્ડની પરીક્ષા બાદ હાઈસ્કૂલ પાસે હુમલો કરાયો છે. ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પેપર બાદ હિંસક હુમલો થયો હતો. હુમલામાં મહેશ ચૌધરી નામનો યુવક ઈજાગ્રસ્ત થયો, હુમલાખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે ફરિયાદ વીડિયોના આધારે દિયોદર પોલીસે તપાસ હાથ ધરી
Mar 17, 2026 10:27 am
દાહોદમાં મહિલાને વાતોમાં ભેળવીને સરમાનું પુછવાના બહાને લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાને વાતોમાં ફસાવી દાગીના પર્સમાં મુકવાની નજર ચૂકવી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. ચેન અને બુટ્ટી સહિતના દાગીના લઈને આરોપીઓ ભાગ્યા હતાં. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા હતાં. બંને આરોપીઓ મુળ મહારાષ્ટ્રના હોવાનું સામે આન્યું છે.
Mar 17, 2026 10:13 am
પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે એક ફાર્મ હાઉસ પર 20 થી વધુ અસામાજિક તત્વોએ હિંસક હુમલો કરી ભારે તોડફોડ મચાવી હતી. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, લુખ્ખાઓએ સ્થળ પર પહોંચેલી પોલીસ પર જ પ્રતિકાર કરી તેમને ત્યાંથી ભાગવા મજબૂર કરી દીધા હતા.
Mar 17, 2026 09:56 am
અમદાવાદ જિલ્લા પંચાયતમાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. આજથી કલેક્ટર સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો છે. 9 તાલુકા પંચાયતમાં વહિવટી જવાબદારી સોંપાશે. પ્રાંત અધિકારીઓને ચાર્જ સોંપાશે.
Mar 17, 2026 09:45 am
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા થયેલા હુમલામાં ભારતમાં ક્રુડ ઓઈલ અને રાંધણ ગેસ સહિતના પુરવઠાની તંગી સર્જાઈ છે. જેથી ગેસનો પુરવઠો લઈને બે જહાજ ભારતમાં પહોંચી ગયા છે. જામનગરના વાડીનારના દરિયામાં નંદાદેવી જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજમાં 46 હજાર મેટ્રિક ટન એલપીજી લાવવામાં આવ્યો છે. બે દિવસમાં બે જહાજ LPG ગેસ લઈને ભારત પહોંચ્યા છે. નંદાદેવી LPG કેરિયર જહાજ ગુજરાતના જામનગર ખાતે આવેલ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે.
Mar 17, 2026 09:38 am
વડોદરામાં વાઘોડિયા રોડ પર મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે મકાનનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. અંબિકા એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી હતી. ઘટનાને લઈને 30 મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ઘર ખાલી કરાતા રહેવાસીઓ ઘર વિહોણા થયા છે. સ્થાનિકો સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યાં છે. સમગ્ર ઘટનામાં 1 મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી
Mar 17, 2026 09:14 am
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છાશવારે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ત્યારે હવે અમરેલી જિલ્લામાં પણ ધરતી ધ્રુજી હોવાની ઘટના સામે આવી છે. જિલ્લામાં ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.0 મેગ્નિટ્યૂડનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂંકપની ઊંડાઈ 5.9 કિ.મી માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું હતું.
Mar 17, 2026 08:59 am
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ શહેરના રસાલા કેમ્પ, મફતનગર, જવાહર મેદાનથી ક્રેસન્ટ સર્કલ જવાના માર્ગ પર વાલ્મીકીવાસ પાસે રોડ ઉપર રીક્ષા શંકાસ્પદ જોવા મળતા તેને રોકતા તેમાં બેસેલા અહેમદ અલ્તાફભાઈ સેતા મળી આવતા અને રીક્ષામાંથી કફ સિરપના ચાર બોક્સ મળી આવ્યા હતા જ્યારે રીક્ષા ચાલક હાજીભાઈ આલસીભાઈ સેલોતની પુછપરછ કરતા માધવદર્શનથી એહેમદને ચાર બોક્સ સાથે બેસાડી ભાડુ નક્કી કરી દાંતીયાવાળી શેરીમાં લઈ જતા હોવાનુ જણાવ્યુ હતું.
Mar 17, 2026 08:31 am
સુરતમાં ડિલિવરી બોયઝની ગેંગ ઝડપાઈ છે. દોઢ કરોડના પાર્સલ બારોબાર વેચી મારનારને ઝડપી પાડવામાં આવ્યા છે. અન્ય લોકોને સસ્તા ભાવે વેચી વિશ્વાસઘાત કર્યો હતો. કુલ 12,966 પાર્સલ જેની કિંમત રૂ 1,46,45,919 થાય છે.લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
Mar 17, 2026 07:54 am
અમરેલી જિલ્લાના વડીયાના જંગર ગામે આજે હર્ષ સંઘવીનું આગમન થશે અને તેમના વરદ હસ્તે વિકાસકાર્યોનું ભવ્ય લોકાર્પણ થશે. રિવરફ્રન્ટ તેમજ સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.વડીયા કુંકાવાવના 45 ગામોને નવા તળાવો તેમજ ઊંડા કરવા માટે 45 હિટાચી 60 દિવસ માટે ફ્રી માં અર્પણ કરવામાં આવશે.
Mar 17, 2026 07:42 am
રાજકોટના જસદણમાં લઘુશંકા બાબતે બાળકને રિક્ષા ચાલકે ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકે રમતા રમતા રિક્ષામાં લઘુ શંકા કરી હોવાથી રિક્ષા ચાલક ઉશ્કેરાયો હતો. બાળકને ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Mar 17, 2026 07:28 am
આજથી ગુજકેટ હોટ ટિકિટ ડાઉનલોડ થશે. બપોરે 12 વાગ્યાથી વેબસાઈટ પર એડમિટ કાર્ડ મળશે. એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે આ પરીક્ષા લેવાય છે. રાજ્યમાં 1.35 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 29 માર્ચે યોજાશે ગુજકેટની પરીક્ષા.
Mar 17, 2026 07:14 am
ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિર અક્ષરધામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેઇન્ટેનન્સને કારણે વોટર શો પાંચમી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યો છે. આ સિવાય મંદિરના અન્ય તમામ સંકુલ ચાલુ રહેશે.
Mar 17, 2026 07:01 am
ગુજરાત વિધાનસભા સત્રનો આજે 19મો દિવસ છે. અશાંત ધારાનો મુદ્દો આજે વિધાનસભામાં ગુંજશે. બે તબક્કામાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી હસ્તકના ચાર વિભાગની ચર્ચાઓ થશે.
Mar 17, 2026 06:56 am
રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ગરમીથી રાહત મળશે. રાજ્યમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે. રાજકોટમાં 38.3 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, વડોદરા અને કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Mar 17, 2026 06:55 am
યુનેસ્કોની ટીમ ચાર દિવસ અમદાવાદની મુલાકાતે છે. આ ટીમ હેરીટેજ સિટીના દરજ્જાની સમીક્ષા કરશે. 18થી 22 માર્ચ દરમિયાન આ ટીમ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. શહેરીજનોના અભિપ્રાય મેળવશે. ભદ્રના કિલ્લા સહિત ઐતિહાસિક સ્થળોએ જશે. તેમજ સરદાર પટેલ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.
Mar 17, 2026 06:55 am
અમદાવાદમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખોટી ઓળખના આધારે પાસપોર્ટ બનાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચંડોળા વિસ્તારમાં ભાડૂઆત બની રહેલા બાંગ્લાદેશી દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવાયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ.આ ઘટનાનાની ગંભીરતાથી નોંધ લેવામા આવી છે.જેથી હવે શહેરના તમામ ભાડૂઆતની નોંધણી ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો છે. ભાડા કરાર ફરજીયાત ઓનલાઇન બનાવવા માટે ક્રાઈમ બ્રાંચ નવી સિસ્ટમ પણ તૈયાર કરી રહી છે.
Mar 17, 2026 06:55 am
રાજકોટ શહેરમાં વેરા વસૂલાતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મહાનગર પાલિકાને આ વખતે 400 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચાલુ નાણાંકિય વર્ષના 15 દિવસ પહેલા જ આ ટાર્ગેટ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. મનપાને વ્યાજ સહાયનો પણ લાભ મળ્યો છે.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન

માંગરોળના વાંકલમાં ડીવાયએસપી બી.કે.વનારે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

બુહારીમાં ધારાસભ્ય-તાપી જિલ્લા પ્રમુખનું સન્માન

બારડોલી નાગરિક સહકારી બેંકને રાષ્ટ્રીય કક્ષાના વધુ ત્રણ એવોર્ડ

બારડોલી સરદાર પટેલ કો-ઓ. ક્રેડિટ સોસાયટીના તમામ કામો મંજૂર : પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

ભારતની પરમાણુ શસ્ત્રોની નીતિમાં મોટો ફેરફાર

આપણે પૂર્વગ્રહો, જડતાનાં બંધનોમાં બંધાયેલા છીએ

બંગાળમાં TMCનું મહાપતન : પડે છે ત્યારે સઘળું પડે છે

વેકેશનમાં મેં જે મસ્તી કરી છે એ મને આખા વર્ષ સુધી ભણવાની ઊર્જા આપશે

કલરફુલ ફૂલોની અદ્ભુત નગરી એટલે વેલી ઓફ ફ્લાવર્સ

ભારતની પરમાણુ શસ્ત્રોની નીતિમાં મોટો ફેરફાર