અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મહિલા મુખ્યમંત્રીએ દેશના રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. તેમના રાજ્યમાં કાર્યક્રમનું સ્થળ બદલી નાંખ્યું અને તેઓ રાષ્ટ્રપતિને લેવા પણ ના ગયા. હવે મહિલાનું અપમાન કરનારને જનતા જવાબ આપશે.
નારીનું સન્માન થાય છે ત્યાં ભગવાનનો વાસ થાય છે
જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દીકરીઓને ભણાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. જેને આજે પણ ભૂપેન્દ્રભાઈની સરકારે ચાલુ રાખ્યું છે. તેમણે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચને લઈને કહ્યું હતું કે, આજે ફાઈનલ મેચ છે અને તેમાં જિલ્લાનો દીકરો અક્ષર પટેલ રમવાનો છે. આજે પ્રાર્થના કરીએ કે આપણું ભારત મેચ જીતે. જે પરિવારમાં નારીનું સન્માન થાય છે ત્યાં ભગવાનનો વાસ થાય છે. ગમે તેવો મહાન પુરૂષ માતાઓ આગળ નાનો છે. મહાસતી અનસૂયાએ પણ ભગવાનને ખોળે રમાડ્યા હતાં.













