સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ થશે. આઠમી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેઓ 1080 કરોડના કામો ખુલ્લા મુકશે. અમદાવાદમાં ખારીકટ કેનાલ ફેઝ-1 લોકાર્પણ માટે તૈયાર છે. આ ઉપરાંત વસ્ત્રાલમા વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું પણ ઉદ્ઘાટન થશે. નિકોલમાં 97.36 કરોડના વિકાસ કામો થશે.ત્યારે નરોડામાં પણ વિકાસકામોની જાહેરાત કરાઈ છે.
પાર્ટી પ્લોટનું એક કરોડના ખર્ચે રિનોવેશન
અમદાવાદના નરોડામાં ટીપી 109માં ક્રિકેટનું નવું મેદાન બનશે. મહાનગર પાલિકા દ્વારા આ મેદાન બનાવવા માટે એક કરોડથી વધુનો ખર્ચ કરાશે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં આરસીસી અને પેવર બ્લોકના પણ કામો હાથ ધરાશે. નરોડામાં TP-1માં વ્રજભૂમિ સોસાયટી પાસે રહેલા પાર્ટી પ્લોટનું એક કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. આ ઉપરાંત ટીપી 75 મુઠીયા હંસપુરામાં નવું ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા 64 કરોડના ખર્ચે નવું ઓડિટોરિયમ બનાવાશે. આ કામોને આજે મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે.













