RSSના વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે ગઈકાલે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ આજે અમદાવાદમાં પણ તેમણે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સંતો સાથે મુલાકાત કરીને ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ધર્મનું કામ જોડવાનું છે આપણે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ.


આપણે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ

અમદાવાદ આવેલા RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, ધર્મનું કામ જોડવાનું છે અને આપણે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ. કોઈપણ પરિસ્થિતિનો મુકાબલો કરવો જોઈએ. સૌએ સામાજિક સમરસતાનો ભાવ રાખવો પડશે. ધર્મની જેમ સંઘ પણ લોકોને જોડે છે. આચરણમાં જ ધર્મ શબ્દ છે. દુનિયા પાસે સમસ્યાઓનો જવાબ નથી. ધર્મ બધાને જોડીને ચાલે છે. ધર્મના રસ્તા અનેક છે પણ લક્ષ્ય માત્ર એક જ છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: 8 માર્ચે અમિત શાહ વસ્ત્રાલમાં વિકાસ કામોનું લોકાર્પણ કરશે, સ્થાનિક ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થશે


  • Follow us on: