અમદાવાદના પશ્ચિમ વિસ્તારની શાન ગણાતા વસ્ત્રાપુર તળાવનું હાલમાં જ રૂ. 10 કરોડના જંગી ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે આજે આ તળાવ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો નમૂનો બની ગયું છે. તળાવમાં છોડવામાં આવેલા ગંદા પાણી અને ઠેર-ઠેર જમા થયેલા કચરાના કારણે આસપાસના રહીશો અને વોકર્સ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. થોડા મહિના પહેલા જ ભવ્ય ઉદ્ઘાટન બાદ લોકોમાં જે ઉત્સાહ હતો, તે હવે તીવ્ર દુર્ગંધમાં ફેરવાઈ ગયો છે.


વસ્ત્રાપુર તળાવ કે ગટર?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તળાવમાં ડ્રેનેજના પાણીને ટ્રીટ કર્યા વગર જ સીધું છોડવામાં આવી રહ્યું છે. અહીં સ્થાપિત કરવામાં આવેલો STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી ગંદુ પાણી સીધું જ લેકમાં ઠલવાય છે, જેના કારણે પાણીનો રંગ કાળો પડી ગયો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે થયેલું આ બ્યુટિફિકેશન માત્ર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે તળાવની જાળવણીમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.

આ પણ વાંચો : Patan નગરપાલિકામાં 'મહાભારત', ચીફ ઓફિસરે ભાજપના સભ્યોને મોઢામોઢ ભ્રષ્ટાચારી ગણાવતા ખળભળાટ!



  • Follow us on: