અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર પાસે ગોડાઉન ન હોવાથી અને ગોડાઉનની અછત હોવાથી ખરીદી બંધ થતાં ખેડૂતો પરેશાન થયા છે ત્યારે ખાંભા ખરીદી કેન્દ્ર છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલી માં મુકાયા છે.


ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના અભાવે મગફળીની ખરીદી બંધ

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે પરંતુ ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના અભાવે મગફળીની ખરીદી બંધ થઈ છે અને ખાંભા એપીએમસીમાં ૨૦થી 25 હજારજેટલી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે

ખરીદી ન થતી હોવાથી ખેડૂતો પરેશાન બન્યા

ખાંભા માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર પર મગફળીની બોરી થી ઉભરાયું છે. બીજી તરફ મગફળી ખરીદી માટે ગોડાઉન ન હોવાને કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાંભા એપીએમસી માં ખરીદી બંધ છે ત્યારે ખેડૂતો ત્રણ ચાર દિવસથી એપીએમસીમાં મગફળી ખરીદી માટે વારો આવી ગયો હોય પણ ખરીદી ન થતી હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા નથી. બીજી તરફ ખાંભા તાલુકામાં ૪૦ થી ૫૦,ટકા ખેડૂતોની મગફળીની ટેકા ના ભાવે ખરીદી બાકી છે ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઇ છે.

હાલ મંડળી એ ખરીદી કરેલી 25000 બોરી કેન્દ્ર પર પડી છે

ખાંભા મગફળી કેન્દ્ર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલી મુકાયા છે ત્યારે ખરીદી કેન્દ્રના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવવામાં આવ્યું છે કે હાલ મંડળી એ ખરીદી કરેલી 25000 બોરી કેન્દ્ર પર પડી છે ગોડાઉન ન હોવાના કારણે ખરીદેલી મગફળી નો ઉપાડ ન થતા ખરીદી કેન્દ્ર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બંધ છે અને હાલ રાજ્ય સરકાર વહેલી તકે રો હાઉસ ફાળવે છે એટલે વહેલી તકે ખરીદી ચાલુ કરી દેશું તેવું મગફળી કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું...


આ પણ વાંચો----  Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ

  • Follow us on: