અમરેલીના રાજુલાની હિન્દૂ યુવતીને એક મુસ્લિમ યુવક હૈદરાબાદ ભગાડી ગયો હોવાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. યુવતીના પિતાએ એક ભાવુક પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની દીકરીને પરત લાવવા સરકાર અને પોલીસને આજીજી કરી છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે આ 'લવ જેહાદ' સિવાય બીજું કંઈ જ નથી.


મેં મારી દીકરીને 25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી

પ્રેસ કોન્ફરન્સમાં પિતાની આંખો છલકાઈ ગઈ હતી, તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે, "મેં મારી દીકરીને 25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી અને માત્ર 25 દિવસમાં તે મારા જ વિરુદ્ધ થઈ ગઈ! જો આ જેહાદ નથી તો બીજું શું છે?" તેમણે વધુમાં સવાલ ઉઠાવતા કહ્યું કે, "ગુજરાતમાં મહાન નેતાઓ બેઠા છે, જો દુનિયાના ખૂણેખૂણેથી ભારતીયોને પરત લાવી શકાતા હોય, તો મારી દીકરીને ભારતમાંથી જ કેમ પરત લાવી શકાતી નથી?"

મારે 'કેરલા-3' નથી જોવું

તેમણે  'ધ કેરલા સ્ટોરી' ફિલ્મનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કેરલા-1 અને કેરલા-2 આપણે જોયું છે, પણ હવે મારે 'કેરલા-3' નથી જોવું. આજે મારી દીકરી ગઈ છે, કાલે બીજા કોઈની જશે. મારી દીકરી અણસમજુ છે, તેને સમજાવી-પટાવીને તેની પાસે વીડિયો બનાવડાવવામાં આવી રહ્યા છે." તેમણે તમામ રાજકીય નેતાઓ અને પોલીસને વિનંતી કરી છે કે કોઈપણ ભોગે તેમની દીકરીને વિધર્મીના ચુંગાલમાંથી છોડાવી પરત લાવવામાં આવે.



આ પણ વાંચો---      Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

  • Follow us on: