અમરેલીના બાબરા શહેરમાં એક 27 વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.


યુવકે પોતાના જૂના મકાનમાં આવી ફાંસો ખાધો

મળતી માહિતી મુજબ ચેતન ચિત્રોડા નામનો 27 વર્ષીય યુવક મૂળ બાબરાનો વતની હતો પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રહેતો હતો. યુવક બાબરામાં આવેલા પોતાના જૂના મકાનમાં આવ્યો હતો જ્યાં તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

 યુવક લટકતી હાલતમાં જોવા મળ્યો

પરિવારજનો જ્યારે મકાનમાં આવ્યા ત્યારે યુવક લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તરત જ સ્થાનિક લોકોની મદદથી યુવકને નીચે ઉતારી સારવાર માટે બાબરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો.

બાબરા પોલીસે તપાસ શરુ કરી

ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. હાલ સુધી સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જેના કારણે યુવકે આપઘાત કેમ કર્યો તે અંગે સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


આ પણ વાંચો----      Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે



  • Follow us on: