પાલનપુરમાં દારુબંદીના લીરેલીરાં ઉડી ગયા છે. નવાગંજ વિસ્તારમાં આજે જ્યુપીટર મોપેડની ડિકીમાં દારુની પોટલીઓ જોવા મળતાં હડકંપ મચી ગયો હતો. દેશી દારુની હેરાફેરી કરી રહેલા શખ્સે એક વેપારીને ટક્કર મારતા હોબાળો થયા બાદ તપાસમાં જયુપીટર મોપેડની ડિકીમાંથી દેશી દારુની પોટલીઓ મળી આવી હતી.
દેશી દારૂની પોટલીઓ મળી આવી
જ્યારે જ્યુપીટરની ડેકી ખોલી, ત્યારે તેમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી જેથી દારુબંધીના દાવાના લીરેલીરાં ઉડી ગયા હતા. દારુની પોટલીઓના જથ્થાને જોઈને લોકોમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે દારુની હેરાફેરી કરનારો શખ્સ નવાગંજ વિસ્તારમાં દારુ વેચવા આવ્યો હતો













