બનાસકાંઠાના દિયોદર તાલુકાના વડીયા ગામે થયેલી 17 લાખની ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
ફરિયાદી અને મિત્ર દ્વારા ચોરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ કેસના ફરિયાદીએ જ તેના મિત્રો પાસે ચોરી કરાવી હતી. સેલ્સમેન અલ્પેશ સોની, અજય સથવારા, અને રાહુલ માજીરાણા સાથે 17 લાખની ચોરીના કાવતરામાં સામેલ હતો.













