બનાસકાંઠાના દાંતા પંથકમાં હડકવાના લક્ષણો દેખાયા બાદ એક મહિલાનું મોત થયું છે. હડકવાના કારણે મહિલાનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.


છ માસ પહેલાં મહિલાને કૂતરું કરડ્યું હતું

પ્રારંભિક જાણકારી મુજબ, છ માસ પહેલાં મહિલાને કૂતરું કરડ્યું હતું પણ તેણે હડકવાની રસી લીધી ન હતી. ત્યારબાદ તેને હડકવાના લક્ષણ જોવા મળતાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જો કે ત્યારબાદ મહિલાને ઘેર લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત થયું હતું.

 સમગ્ર દાંતા પંથકમાં ચકચાર

હડકવાને કારણે થયેલ આ ઘટનાએ સમગ્ર દાંતા પંથકમાં ચકચાર મચાવી દીધી છે.


આ પણ વાંચો-----    Gujarat Latest News Live :ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, ફૂલ સ્પીડમાં કાર હોવાની સાક્ષીની કોર્ટમાં જુબાની



  • Follow us on: