ભાવનગરના મહુવા શહેરમાં પાંચ વર્ષ પહેલા બનેલા હત્યાના કેસમાં મહુવા એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન સજા ફટકારી છે.


હુમલો કરી હત્યા કરી

ગત વર્ષે 14/11/2020ની દિવાળી રાત્રે ગોપાલભાઈ દેવજીભાઈને હુમલો કરી હત્યા કરી હતી

મહુવા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી

ફરીયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા તપાસ પછી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહુવા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ દરમિયાન 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા.

આ આરોપીઓને કડક સજા

સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની અસરકારક દલીલોને આધારે કોર્ટે હરેશ ભાલીયા અને રસિક ભાલીયાને નયન ડાભી તથા કૌશિક પરમારને આજીવન કેદની સજા ફટકારી હતી તથા મૃતકના પરિવારને 50,000 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. અદાલતે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને નિર્દોષ જાહેર કર્યા હતા.


આ પણ વાંચો----   DIG નિર્લિપ્ત રાયે કહ્યું, બિશ્નોઇ ગેંગ સામેની લડાઇમાં અમે અમારા બે જાંબાજ અધિકારી ગુમાવ્યાં, વાંચો, બીજું શું કહ્યું

  • Follow us on: