ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના ભુતિયા ગામ નજીક એક શખ્સનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ હતી.


ચીમનભાઈ હરિભાઈ નાયકનો મૃતદેહ

પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ ચીમનભાઈ હરિભાઈ નાયક તરીકે થઈ છે. સ્થાનિક લોકો દ્વારા લાશ જોવા મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

સિહોર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.

મૃતકની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

પોલીસ તપાસ શરુ

પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાથે જ મૃતકના પરિવારજનો તથા ઓળખીતાઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

મૃતદેહને પીએમ માટે ખસેડાયો

મૃતદેહને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સિહોરના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. પોલીસ દ્વારા હત્યારાને ઝડપવા માટે તપાસના વિવિધ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો---     Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

  • Follow us on: