ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છાપરી ગામે પ્રથમવાર ST બસ સેવા શરૂ થઈ છે. નવી બસ તળાજાથી હાજીપર, ઘાણા થઈને છાપરી સુધી આવશે. ગામમાં બસના આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડ્રાઈવર અને કંડક્ટરને ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરાયું
ગ્રામજનો દ્વારા બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફૂલહાર પહેરાવી, કુમકુમ તિલક કરીને શ્રીફળ વધેરીને આવકારવામાં આવ્યા. મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક પ્રસંગને જોવા માટે હાજર રહ્યા હતા.













