ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠંડીની શરૂઆતમાં પ્રથમ વખત 10 ડિગ્રીથી ઓછુ તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 09 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 17 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. કચ્છમાં ઠંડીની અસર વધુ પ્રમાણમાં જોવા મળી છે. ભુજ શહેરમાં પણ 14.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કચ્છમાં સ્કૂલોનો સમય 30 મિનિટ મોડો કરવા આદેશ
કચ્છમાં વધી રહેલી ઠંડીને કારણે સવારની પાલી વાળી સ્કૂલોમાં બાળકો ઠંડીનો સામનો કરવો પડે છે. જેને લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક પરિપત્ર દ્વારા જિલ્લાની તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી. સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા માટે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. દરેક સ્કૂલોએ આગામી આદેશ સુધી સ્કૂલોનો સમય 30 મિનિટ મોડો કરવા આદેશ કરવામાં આવ્યો હતો.













