બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ક્ષેત્રને લગતી વિવિધ મહત્વની કમિટીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ. ધોળકિયાની ઉપસ્થિતિ સાથે ઇન્ચાર્જ અધીક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારીડો. એ.કે. સિંહ તેમજ જિલ્લાનાં તમામ તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસરઓ હાજર રહ્યાં હતાં.
ટીબી કોમોર્બિડિટી કમિટી મીટીંગ જેવી વિવિધ કમિટીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી
બેઠક દરમિયાન આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓ જેમ કે એક્ઝિક્યુટિવ કમિટી મીટીંગ, ડિસ્ટ્રિક્ટ લેવલ આશા ગવર્નિંગ બોડી કમિટી મીટીંગ, ફેમિલી પ્લાનિંગ ઈન્ડેમ્નિટી સબ કમિટી, હેલ્થ એન્ડ વેલનેસ ગ્રીવન્સ રીડ્રેસલ સેલ કમિટી, બાંધકામ સમીક્ષા સમિતિ મીટીંગ, ડિસ્ટ્રિક્ટ ન્યુટ્રીશન ટાસ્કફોર્સ કમિટી, નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ (NPCCHH) અંતર્ગત ટાસ્કફોર્સ કમિટી તેમજ ડિસ્ટ્રિક્ટ ટીબી કોમોર્બિડિટી કમિટી મીટીંગ જેવી વિવિધ કમિટીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.













