આજના દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડા ખાતે ટીબી (ક્ષયરોગ)ના નિદાન માટે વિશેષ એક્સ-રે કેમ્પ તેમજ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ લાયન્સ ક્લબ વડોદરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડાના સંયુક્ત સહયોગથી યોજાયો હતો.
20 જેટલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી
કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગના આશરે 20 જેટલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કીટમાં દર્દીઓના આરોગ્ય સુધારવા માટે જરૂરી પોષણસભર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.













