છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નસવાડી-દેવલીયા રોડ પર બાઇક અને પીકઅપ ડાલા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક GRD જવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા નસવાડી અને દેવલીયા રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને નારિયેળ ભરેલી પુરપાટ ઝડપે આવતી પીકઅપ ગાડીએ અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવારનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.













